________________
શ્રી નેમિ સૌરભ પણ છૂટી જવાનું માટે નહીં છૂટનારા ધર્મના સગા બનીને આ માનવભવને સાર્થક કરે. હું ઘરમાં રહીને તમને સાચવી શકીશ જ્યારે અહીં રહીને સર્વનું કલ્યાણ કરનારા ધર્મને આરાધી શકીશ. તમને તે એ વાતને હર્ષ થ જોઈએ કે મારે પુત્ર વીરના માર્ગે જઈ રહ્યો છે તે અમારા સદ્ભાગ્ય છે,
મેહવશ માતા પિતાને પુત્રની નિર્મોહી વાણીથી સાંત્વન મળ્યું. દીક્ષાને વિરોધ કર્યાને પસ્તા થયે એટલે પૂજ્ય ગુરૂ મહારાજ પાસે જઈને ક્ષમા યાચી ક્ષમાવત ગુરૂ મહારાજે પણ તેમને આત્માના હિતને ઉપદેશ આપે.
કુંભ લગ્ન પુત, હેમા બડા અવધુત” એ ભવિષ્યવાણી ફક્ત સોળ વર્ષમાંજ આમ સાચી પડી, તેથી શ્રી લક્ષ્મીચંદભાઈના ડહોળાયેલા મનને પણ શાન્તિ મળી. શ્રી વિષ્ણુ ભટ્ટના આ શબ્દો તે સમયે મને ગમ્યા હતા. તો આજે તે તે સાકાર બન્યા છે, એટલે મને વધુ ગમવા જ જોઈએ.
આવા વિચારે તેમના મનમાં દીક્ષા પ્રત્યે અપૂર્વ આદરભાવ પિદા કર્યો. તેથી જે દુર્ભાવ લઈને ભાવનગર આવ્યા હતા, તે છેડીને મહવા શુભ ભાવે પાછા ફર્યા.
પૂજય મુનિશ્રી નેમવિજ્યજી મ. જ્ઞાન ધ્યાનમાં તમય થઈ ગયા. સમય કયાં જાય છે તેની ખબર પડતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org