________________
શ્રી નેમિ સૌરભ
એક દિવસ આપણું ચરિત્ર નાયકશ્રી પ્રાગાભાઈ દરબારને ઉપદેશ આપતા હતા તે વખતે પૂજ્ય ગુરૂદેવ કાંઈક કામ પ્રસંગે તે તરફ આવી ચડયા. ગુરૂદેવના કાને નેમવિજયના શબ્દો પડ્યા. તે સાંભળવા એકાંતે ઉભા રહી ગયા. સુંદર શૈલીમાં ઉપદેશ તે સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. મનમાં વિચાર્યું કે, “જે આને વ્યાખ્યાન વાંચવાની તક મળે, તે તેની શક્તિ ખીલે અને અંડ વ્યાખ્યાન આપ.” પછી પિતાને સ્થાને આવી બેસી ગયા.
જોતજોતામાં દિવસે વહી ગયા અને પર્યુષણ. મહાપર્વને દિવસે આવ્યા.
એક-બે અને ત્રણ દિવસ પર્યુષણના પુરા થયા. ચેાથે દિવસે પૂજય ગુરૂદેવે શેઠ જસરાજભાઈને બોલાવીને સૂચના કરી કે, જસરાજભાઈ! આવતી કાલે વ્યા ખ્યાન નેમવિજય વાંચશે,
શેઠે આશ્ચર્ય સાથે પૂછયું: “શું ?” કહે છે?” હું બરોબર કહું છું. શેઠ! મને ખાત્રી છે કે એ. વ્યાખ્યાન જરૂર વાંચશે.
અનન્ય ગુરૂભક્ત જસરાજમાઈ એ વાતને “તહત્તિ” કહી સ્વીકારી લીધી. ગુરૂવચનમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી.
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org