________________
શ્રી નેમિ સૌરભ
કિરણ બારમું. .............. વડી દીક્ષા અને અભ્યાસને વેગ
પરમ પૂજય તપાગચ્છાધિરાજ ગણિવર્ય શ્રી મૂળચંદજી મહારાજ (શ્રી મુકિતવિજયજી મહારાજ ) સં. ૧૯૪૫ ના માગસર વદી ૬ ના દિવસે કાળધર્મ પામતાં, સાધુ સાધ્વીઓને ગદ્વહન કરાવી, વડી દીક્ષા આપે એવું કંઈ ન રહ્યું; એ કારણે પૂજયશ્રી બુટેરાયજી મ. સા. ના સમુદાયમાં ઘણા સાધુ સાધ્વીજીઓનીવડી દીક્ષા અટકી હતી; તે બાબતમાં ઉકેલ લાવવા માટે પૂજય મુનિવર શ્રી નીતિવિજયજી મહારાજે સમુદાયના નાયક અને પિતાના વડીલ ગુરૂબંધુ પૂજ્ય મુનિશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબને પૂછાવ્યું કે “હાલ થડા સમય માટે
મહાનિશીથ” ના ચોગ કરી ચૂકેલા સાધુ મહારાજ પાસે વડી દીક્ષા કરાવી લઈએ તે કેમ?” - પૂજ્ય મહારાજશ્રીએ જવાબમાં જણાવ્યું કે, “આ રીતે આપણે પરંપરા ઓળંગવી એ ઠીક નહિ. થોડો સમય ચલાવી લઈએ એ વધુ યોગ્ય છે. શાસ્ત્રીય પરંપરાએનું બહુમાન અને જતન કરવાની કેટલી સભાનતા પૂજય ગુરૂદેવમાં હતી, તે આ જવાબ બતાવે છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org