________________
શ્રી નેમિ સૌરભ
આપણું પૂજ્યશ્રીની પ્રતિભા અને બુદ્ધિશક્તિ ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ હોવાથી તેમની સાથે જ એકલાવ્યા. - પૂજ્યશ્રીએ નૂતન મુનિને ખૂબ પ્રેમપૂર્વક સાચવીને પિતાની સાથે લઈ ગયા. કાઠીયાવાડ પહોંચ્યા બાદ ત્યાં વિચરતા તેમના (શ્રી સિદ્ધિવિજયજી મ. ના) સમુદાયના અન્ય સાધુઓને સોંપી દીધા.
આટલી નાની ઉંમરમાં પણ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીની સ્વ-પર સમુદાયના મુનિઓને સાચવવાની હોંશિયારી અને કાર્યદક્ષતા કેવી ઉત્તમ પ્રકારની હતી ? તે એક નાનકડો પ્રસંગ ઉપરથી આપણને જોવા મળે છે.
શાન્ત મૂતિ પૂજ્ય મુનિ મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વૃદ્ધાવસ્થામાં પણ સાચા શાસનનિષ્ઠ હતા એટલે શરીરની ખોટી આળપંપાળમાં અટવાયા સિવાય ભાવનગરમાં રહીને પણ ધાર્મિક ક્ષેત્રોને સદ્ધર બનાવવાનાં શ્રેષ્ઠ કાર્યો કરતા રહ્યા. શ્રી અમરચંદ જસરાજભાઈ શ્રી કુંવરજી આણંદજીભાઈ વગેરે શ્રાવકેના ધાર્મિક જીવનના ઘડતરમાં તેઓશ્રીના હિતોપદેશને અણમોલ ફાળો હતે.
ભાવનગરની ભાવિ જૈન પ્રજામાં અનેક સુસંસ્કારે માટે ખૂબ ખૂબ પ્રયત્ન કરી પૂજ્યપાદ મુનિશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજશ્રીએ શાસનનિષ્ટાવાળા શ્રાવકે યાર કરવા
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org