________________
શ્રી નેમિ સૌરભ
પૂજય શ્રી નેમવિજયજીને પૂરેપૂરી ચકાસ્યા પછી શ્રી મગનભાઈએ લહમીચંદભાઈને કહ્યું: “ તમારા પુત્રે દીક્ષા કેઈના દબાણ, લાલચ, બળજબરી યા ભયથી નથી લીધી. પણ વેચ્છાએ સમજપૂર્વક લેધી છે. માટે આ બાબતમાં કાયદેસર કાંઈ થઈ શકે નહિ.”
છેવટે નિરાશ થઈને શ્રી લક્ષ્મીચંદભાઈએ પિતાના ધર્મપત્નીને કહ્યું: “ નેમચંદ મારી કઈ વાત માનતા નથી. તું એને સમજાવી શકે તે સમજાવ.”
એટલે માતા દિવાળીબાએ રૂદનનું શસ્ત્ર અજમાવ્યું. રડતાં રડતાં બોલ્યા: “ભાઈ ! અમને નિરાધાર બનાવીને તું શી રીતે સુખી થઈશ ? માતાની મમતાને પણ તે ઠેકર મારી તે સારું ન કર્યું હજી કંઈ બગડ્યું નથી. માટે સમજી ઘેર ચાલ, ઘેર રહીને ધર્મ પાળજે, તેમજ અમને પણ પાળજે, તારા સિવાય મારૂં મોત પણ બગડશે માટે હવે કઠોર ન થા.”
મેહ અને મમતાના ઘરની આવી વાતે સાચા આત્મનિષ્ઠ પુરૂષને પીગળાવી શકતી નથી, એટલે પિતાના સંસારી માતા પિતાને ઉદ્દેશીને પૂજયશ્રી નેમવિજયજી બોલ્યાઃ “આ નેમચંદ ઉપર રાગ છેડીને શ્રી વીતરાગ પરમાત્માને વચનેમાં રાગ કેળવે. ૫૦-૬૦ વર્ષ પછી પણ નેમચંદ સાથેનું તમારૂં સગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org