________________
શ્રી નેમિ સૌરભ જુઓ જુઓ કેવા શોભે છે શ્રી નેમવિજય મહારાજ સાહેબ! કેશ રહિત મસ્તક છે. બગલમાં એ છે. દેહ પર કપડે, ચેળપટ્ટો છે, મે પાસે મુહપત્તિ છે. અને માં આત્માનું તેજ છે. શ્વાસમાં શ્રી, અરિહંત નામ છે. ગુરૂજીની સામે નમસ્કાર મુદ્રામાં બેઠા છે. ગુરૂ મહારાજનું વાત્સલ્ય ઝીલવામાં એકાગ્ર છે જોતાવેંત. દિલ જીતી લે એવું પારદર્શક વ્યક્તિત્વ છે.
પૂજ્ય ગુરૂ મહારાજને પણ તેઓશ્રીમાં એક સાચા શાસન સુભટનાં દર્શન થયાં.
શ્રી નેમચંદભાઈએ દીક્ષા લીધાના સમાચાર ભાવનગરથી મહુવા પહોંચ્યા. તે જાણી લક્ષ્મીચંદભાઈ હાંફળા-ફાંફળા થઈ ગયા. દીકરાને પાછે ઘેર લાવવાના ઈરાદે જે મળ્યું તે સાધન લઈને ભાવગનર આવ્યા. સાથે તેમનાં ધર્મપત્ની પણ હતા. - ભાવનગર આવીને શ્રી લક્ષ્મીચંદભાઈ પૂજય મહારાજશ્રી પાસે પહોંચ્યા. વંદના કરીને બેલ્યા આપે મારી રજા વિના નેમચંદને દીક્ષા કેમ આપી ?”
ગુરૂ મહારાજ કંઈ જવાબ આપે એ પહેલા આપણું ચરિત્રનાયકશ્રી ત્યાં આવીને બોલ્યાઃ તમારે જે કહેવું હોય તે મને કહો. દક્ષા મેં મારી જાતે લીધી છે, એટલે તમારે પૂજ્ય ગુરૂ મહારાજને ઠપકાને એક શબ્દ પણ કહેવાને નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org