________________
શ્રી નેમિ સૌરભ
- એક રાતે અંધકારને ચીરતા પ્રકાશ જે. તેજસ્વી વિચાર નરરત્ન શ્રી નેમચંદભાઈના ચેખા ચિત્તમાં ફેઃ એમ કે આ અભ્યાસ હું શા માટે કરું છું ? જે આ બધા અભ્યાસ પછી પણ સંસારશેરીની ધુળમાં આળોટવાનું જ હોય તે તેને કોઈ અર્થ ન સરે. સંગ-વિયેગાત્મક સંસારમાં જીવને પવનમાં હાલતા પાંદડાની જેમ અસ્થિર જ રહેવું પડે છે, એમ મેં વાંચેલાં શાસ્ત્ર કહે છે અને શાસ્ત્રનાં તે વાયે મને સાવ સાચાં લાગે છે, એટલે મારે મારા શાસ્ત્રાભ્યાસને સાર્થક કરવા માટે શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલા સર્વ પા૫ વ્યાપારોના ત્રિવિધ ત્યાગને માર્ગ અંગીકાર કરે જઈએ. તે જ મારો જન્મ સફળ થાય, ભણતર લેખે લાગે જીવન સાર્થક થાય. જન્મવું-રળવું –ખાવું પીવું અને પછી ઉંઘી જવું-એ કામ તે પશુઓ પણ કરે છે. જે શાસ્ત્ર ભણીને પણ હું એજ કાર્યો કરૂં તેતે મારે ભવ એળે જાય. એટલું જ નહિ. પરંતુ મારે આત્મા અધિક કર્મગ્રસ્ત થાય, હું વિશ્વના જીવને વધુ દેવાદાર બનું. એવું જીવન હવે મને મંજુર નથી. પણ મંજુર છે સર્વ વિરતિપણું ગુરૂની આજ્ઞામાં રહીને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું ત્રિવિધ ત્રિવિધ પાલન કરવાના મારા મને રથને હું સફળ કરીને જ રહીશ.”
૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org