________________
શ્રી નેમિ સૌરભ * છેલ્લી મિનિટે ઝીણિયાએ એમ કહીને ના પાડી કે તમે બંને નાની વયના છે એટલે કેઈની ખાત્રી અપાવે તે જ હું તમને ભાવનગર લઈ જઉં.
આથી શ્રી દુર્લભજીભાઈ નિરાશ થઈ ગયા, પણ સમયના પારખુ શ્રી નેમચંદભાઈ સમયની કિંમત સમજીને તરત ગામમાં ગયા અને પિતાના ઓળખીતા શ્રી ઈરછાચંદ ભાઈને તેડી લાવ્યા.
શ્રી ઈચ્છાચંદભાઈએ આવીને ઊંટવાળાને ખાત્રી આપી કે, આ બંને ભાઈઓ ખાસ કામે ભાવનગર જવા "ઈચ્છે છે. એટલે તેમને તું લઈ જા. કેઈ તને ઠપકે નહિ આપે. તેની હું તને ખાત્રી આપું છું. બંને દીક્ષાથી– એની નેકદિલી ગામમાં વખણાતી હતી, એટલે આવી ખાત્રી આપવામાં શ્રી ઈછાચંદભાઈને કોઈ જોખમ ન લાગ્યું.
પાછલી રાતે તારાનાં આછા ઉજાસમાં મંત્રાધિરાજ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરીને શ્રી નેમચંદભાઈ અને શ્રી દુર્લભજીભાઈ ઊંટ પર બેઠા. આગળ ઝીણિયે બેઠે. મેરી હાથમાં લઈને તેણે ઊંટ હંકાયો.
સંસારની શય્યા અને ઊંટની સવારી, એ બે વચ્ચે ઝાઝે તફાવત નથી. સંસારની શય્યામાં પડખું આમ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org