________________
શ્રી નેમિ સૌરભ કરનાર શ્રી નેમચંદને ઓરડા ખાલી જોઈને તેમના માતા-પિતા ગભરાઈ ગયાં. તેમણે તરત શ્રી રૂપશંકર ભાઈને ત્યાં તપાસ કરી. બીજા પણ નિકટના સનેહીંઓને ત્યાં પૂછપરછ કરી. છેવટે શ્રી દુર્લભજીભાઈને ત્યાં ગયા ત્યારે તેમને જાણવા મળ્યું કે દુર્લભજી પણ ગઈ રાતથી ગાયબ છે. • આ બંને મિત્રો કયાં ગયા હશે તેનું અનુમાન કરીને શ્રી લક્ષ્મીચંદભાઈએ ભાવનગર ખાતે શ્રી જસરાજભાઈને પત્ર લખ્યો : “મારે ચિ. નેમચંદ ત્યાં આવ્યું હોય તે તેને અમારી રજા સિવાય દીક્ષા અપાવશે નહિ, પણ તરત અહીં પાછો મોકલી દેશે.”
આવી છે સંતાનની મમતા ! જે કયારેક સંચમ આડે વજી દિવાલ બની જાય છે.
શ્રી લકમીચંદભાઈને પત્ર મળતાની સાથે શ્રી જસરાજભાઈએ જવાબ લખ્યું કે, “નેમચંદ તથા દુર્લભજી અહીં આવ્યા છે. બંને દીક્ષા લેવાની વાત કરે છે. પણ પૂજ્ય ગુરૂ મહારાજે માતા-પિતાની રજા વિના દીક્ષા આપવાની તેમને ના પાડી છે. હાલ બંને અહીં રહે છે.”
આ પત્ર વાંચીને શ્રી લક્ષ્મીચંદભાઈ તથા દિવાળી બને કંઈક રાહત થઈ.
શ્રી દુર્લભજીભાઈના કુટુંબીજનો તરફથી કાંઈ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org