________________
શ્રી નેમિ સૌરભ આપ્યા. આવી અદ્ભુત ઉદારતા જોઈને તે શ્રાવકે પુણે થઈને તેમને ન્હાવા-ધવાની સુંદર વ્યવસ્થા કરી આપી.
ઊંટ ઉપર બેસીને થાકી ગયેલ જાણી પિતાને સ્વજન સમજીને શ્રાવકે તેલ-માલિશ કરીને થાક પણ ઉતારી દીધા. અને રાત્રે પિતાના ઘરે જ સુવાડયા. સવાર પડી એટલે આગળ વધવા માટે શ્રાવક પાસે અનુમતિ માંગી. પરસ્પર આભાર માની વિદાય થયા.
ભાવનગર હવે થે ડુંક જ દૂર હતું. વિશ્રામ લેવાથી સૌના થાક ઉતરી ગયા હતા. ઊંટ પણ પવન વેગી દોડી રહ્યું હતું. ભાવનગરની ભાગોળે પહોંચી ગયા. ભાવનગરને જોતાં બને દીક્ષાર્થીઓના ભાવ ઝાલ્યા ન રહય. ઉછળી ઉછળીને એ ભાવનગરને વધાવવા લાગ્યા, કારણકે તેમાં તેના ઉપકારી પૂજ્ય ગુરૂ મહારાજ બિરાજેલા હતા.
ઝીણીયા ઊંટવાળાને ભાડા ઉપરાંત બક્ષીશ આપી આભાર માનીને વિદાય કર્યો, અને સુખરૂપ ભાવનગર પહોંચ્યા, તેને આનંદ અનુભવતા શેઠ જસરાજભાઈને વૈર ગયા.
તેમના અણધાર્યા આગમનથી શ્રી જસરાજભાઈને આશ્ચર્ય થયું, એટલે તેમણે બંને મુમુક્ષુ મિત્રને આવકાર આપીને પૂછયું. “એકાએક વગર સમાચારે કેમ આવવું થયું ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org