________________
શ્રી નેમિ સૌરભ સવ સંબંધોને ધર્મના ચરણમાં સમર્પિત કરવાને આપણે પ્રબળ પુરુષાર્થ કર જોઈએ.” - પિતાના વહાલા યા પુત્ર–રત્નને આ પત્ર વાંચીને પિતા શ્રી લક્ષ્મીચંદભાઈ ચંકી ઉઠયા. પિતે ધર્મનિષ્ઠ અને સમજુ હોવા છતાં પુત્ર તરફના મમતાને ખાળી ન શકયા. અને તેમણે તરત જ પત્ર લખ્યું કે, “મારી તબીયત સારી નથી. માટે તરત ઘેર આવી જા.”
પિતાની માંદગીને પત્ર વાંચીને શ્રી નેમચંદભાઈ ગુરુની આજ્ઞા લઈને ભાવનગરથી મહુવા પાછા ફર્યા.
ઘેર પહોંચીને જોયું તે પિતાજી સાજાતાજા છે પિતાજીને પ્રણામ કરીને પૂછ્યું કે, “મને એકાએક કેમ બેલા છે ?”
તને જોયાને ઘણું દિવસ થયા હતા, એટલે મારી માંદગીના સમાચાર લખીને બોલાવ્યું. તારી દાદીમાના સ્વર્ગવાસના સમાચાર વાંચીને પણ તું આવ્યું નહી, એટલે મારે તને બેલાવવા માટે મારી માંદગીના ખેટા સમાચાર લખવા પડયા.”
પિતાને આ ખુલાસે પ્રજ્ઞાવંત પુત્રને અનેક રીતે ખુંચે. છતાં એક શબ્દ પણ બોલ્યા સિવાય તેમણે મને સાચવ્યું.
હર For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org