________________
છે કે k શ્રી નેમિસ રભ છે પ્રોઢ પ્રતાપી આચાર્ય દેવેશ શ્રીમદ વિજ્ય નેમિસૂરીશ્વરજી મહારાજની અદભુત ગૌરવાંકિત મુખમુદ્રા વારંવાર નજર સામે આવે છે અને શાસનભકિતનું દર્શન કરાવે છે.
શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં ઊભેલો યાત્રાળુ ગિરિરાજની વ્યાપક, ઉનત, ગહન, દિવ્ય પ્રતિભાથી પ્રભાવિત થઈને તરત જ મસ્તક ઝુકાવીને પ્રણામ કરી દે છે, તેમ કર્યા સિવાય તે રહી શકતા નથી. તેવી જ વ્યાપક ઉન્નત ગહન અને દિવ્ય પ્રતિભાના સ્વામી શ્રી વિજય નેમિસૂરીશ્વરજીને નિરખતા અમે નમી પડતા એ એકરાર કરનારા અનેક જગ્યામાએ ગઈ કાલે પણ હતા તેમજ આજે પણ છે, તે એ વાતનું સમર્થન કરે છે કે, પૂજ્ય આચાર્ય દેવેશ સાચે જ માનમાં મહામાનવ હતા, ઉચ્ચતર આદશને સિદધ કરનારા માનવ શ્રેષ્ઠ હતા. | ઉગતા સૂર્યને કોઈ વિશેષણ લગાડે કે ન લગાડે તેનાથી તેના તેજ અને પ્રકાશમાં કોઈ ફેર પડતું નથી, તેમ છતાં ગુણગ્રાહી સજજને તેને વિષણુ લગાડયા સિવાયું રડી શકતા નથી. તે જ રીત જન્મજાત પ્રતાપવંત પૂજ્ય આચાર્ય દેવેશને પણ ગુણગ્રાહી વિવેકીજને અનેક વિશેષણ વડે નવાજીને ગુણે પ્રત્યેના પિતાના આદરને વ્યકત કરે છે.
-
-
-
-
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org