________________
ઉંડા અનુભવી. શ્રતજ્ઞાનના પ્રચાર અને પ્રકાશને માટે ભારે શ્રમ ઉઠાવનાર સુરિસમ્રાટના જીવનનું પુસ્તક તૈયાર કરવા પાછળ અથાગ અને અવિરત શ્રમ ઉઠાવનાર પ્રવર્તક મુનિપ્રવર શ્રી નિરંજનવિજયજી મ. ને પૂ. સૂરિસમ્રાટના વિવિધ પ્રસંગોને સરલ ભાષામાં રજુ કરી સૂરિસમ્રાટના સમગ્ર જીવનને આવરી લેતું ચરિત્ર બહાર પાડવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. તેઓએ એક વિરાટ-મહાપુરૂષની તેમજ તેમના સંઘાડાની ઉત્તમ સેવા કરી છે.
અને આ નિમિત્તે અમારા પર પરમકૃપા વરસાવનાર પરમકૃપાળુ મહર્ષિના પ્રગટ થતાં પ્રસ્તુત પુસ્તકમાં બે શબ્દ લખવાની જે તક પ્રર્વતક મુનિપ્રવરશ્રી નિરંજન વિજય મહારાજે મને પૂરી પાડી અને એ દ્વારા સ્વર્ગ
સ્થના ગુણાનુવાદ દ્વારા મારા હૃદયને પાવન કરવાની, ઉપકારનું પ્રણ અંશે અદા કરવાની, તક મળી તે બદલ મુનિરાજશ્રીને ખૂબ જ આભાર માનું છું. આમ તે મારે સ્વર્ગસ્થ સૂરિસમ્રાટને સમગ્ર જીવનની ભવ્ય આભા પ્રતિભાનું ચિત્ર રજુ કરવાનું મેં નકકી કર્યું હતું. પણ સમયને અભાવ, સ્વાથ્યની પ્રતિકુળતા વચ્ચે ધારણ મુજબ ચિત્ર ઉપજાવી શકાયું નથી તે માટે દિલગીર છું. બાકીનું બધું તે પ્રસ્તુત પુસ્તક જ કહેશે. વિ. સં. ૨૦૪૨ વૈશાખ શુદિ ત્રીજ અક્ષયતૃતીયા યશેદેવસૂરિ પાલીતાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org