________________
અનુભવ્યા તેનું આછું દર્શન કરાવું.
સ્વભાવ ગરાસીયા સ્ટાઇલને, હાકે ટે દરબારે જેવ, રાજા જેમ દરબારીઓથી ઘેરાએલ રહે એમ મહારાજાધિરાજ જેવા સ્વભાવના અને ધર્મ હોભવી સૂરિજીને દરબાર પણ અગ્રણી શ્રીમંતે, ધીમતથી ભરેલો જ હોય; ત્યારે ધર્મ ચર્ચા, જાતજાતની ભાતભાતની અલકમલકની બોદ્ધિક, પ્રેરક અને બોધક વાતે, ટુચકાઓ અને અનુભવની વાત એવી કરે કે આપણે સાંભળ્યા જ કરીએ, ઉઠવાનું મન ન થાય. અને સમજુ-બુદ્ધિમાન શ્રોતા બરાબર હોય અને તેઓશ્રીને બરાબર હોંકારે આપીને ઉત્તેજિત કરનાર હોય તે વખતે એવા ખીલે કે અંતર તૃપ્ત બની જાય. ધન્ય ધન્યતા અનુભવાય.
જ્ઞાનની જીવતી જાગતી પરબ જેવા પાસેથી જ્ઞાનપિપાસુએ ઘણું પામી જતાં અને વાત કરતાં કરતાં જ્યારે તેઓશ્રી સહજભાવે ખડખડાટ હસે અને પછી ચારે તરફ તેઓ જ ચકેર નેત્રે જાદુઈ રીતે નજર ફેરવે અને પછી બેલે, સાથે નિર્દોષ બાળતુલ્ય હાસ્ય. આ બધું ગમે તેવા શગીયાને શેક હેાય તેય જતો રહે. નિજાનંદી આ પુરુષને હસતા જેવા એ એક જીવનને હા હતે. દ્રવ્ય અને ભાવ બંને રંગેના ઉપશમન માટે તેઓશ્રીની ધર્મ સભામાં બેસવું એટલે વસંત માલતીનું કામ કરે.
- વિલક્ષણ મુખમુદ્રા, બલવાની ઢબ, વાત કરવા ની કઈ પ્રોઢ સ્ટાઈલ, ઉંડી જ્ઞાનગર્ભિત વાતે રજુ કરવાની અને પછી મુલવવાની જે અદા એ કયાંય જોવા ન મળે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org