________________
એને નમૂને મારી પાસે આજે નથી જે હોત તે રજુ કરત તે વાચકને એક આચાર્ચને વિનયભાવ, નમ્રતા અને સેવાક ભાવનું અજોડ ઉદાહરણ જાણવા મળત.
અમારા ગુરૂવર્યા જોડેના સંબંધ પૂજ્યપાદ મહાન વિભૂતિ સુરિસમ્રાટ સાહેબજી જોડે ઘણીવાર મળવાનું, એમના ચરણ પાસે તથા એમના ધર્મ દરબારમાં બેસવાનું ઘણું બધું થયું. અલબત્ત લાંબો કાળ જવાથી બધી યાદદાસ્ત નથી રહી, પણ જે કેટલીક ઘટના. કેટલાક પ્રસંગે જે જોયા, સાંભળ્યા તેનું અહીં અવતરણ કરી શકાય ખરૂં પણ હાલ મારાથી શકય નથી એટલે અહીં તે માત્ર અમારા સંઘાડાના સંબંધની ઉડતી નોંધ જ રજુ કરું છું. કેમકે પૂજ્ય સૂરિસમ્રાટના જીવન ચરિત્રને સ્પર્શતે એક ભાગ જ છે.
પૂજ્ય સૂરિસમ્રાટના સહુથી પ્રથમ દર્શન સંસારીપણામાં સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના મુલધરાઈ ગામમાં થયાં. હું મારા ગુરુદેવે સાથે વિહારમાં હતું. ગુરુદેવે પાલીતાણા જઈ રહ્યા હતા. એક ઝાડની છાયા નીચે ભકતના વર્તલ વચ્ચે જોરદાર વાણી અને મધુર હાસ્યથી ભવ્યપ્રભા વિસ્તારતા સૂરિજીના દર્શન કર્યા. ૮-૧૦ સાધુઓ વચ્ચે સંસારી તરીકે હું જ એટલે પૂજય મેટા સાહેબને પૂછયું કે આ ટાબર કોણ છે ?
મારી દીક્ષા કદમ્બગિરિ, વડી દીક્ષા સૂરિ સમ્રાટ પૂજ્યપાદશ્રીજીની જન્મભૂમિમાં (મહુવા) વિ. સં. ૧૯૮૭ની અને ૧૯૮૮માં કદમ્બગિરિમાં જબરજસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org