________________
શાસનની અને શ્રી સંઘની ધુરાંનું વહન કરેઃ સમ્યક ચારિત્રના સર્વાગી પરિપાલક એવા આચાર્ય ભગવંત “શાસનના રાજા તુલ્ય તથા વંદનીય, પરમ પૂજનીય, અધેય તેમ જ શાસ્ત્ર-વિહીત આચાર્યને અનુરૂપ સર્વોચ્ચ અધિકારોથી અલંકૃત હોય.
આવા મહાન આચાર્યપદથી અલંકૃત હતા આપણું આ ચરિત્રનાયક ! આચાર્યોની જરૂર શા માટે ?
તે તે કાળે નિશ્ચિત ક્ષેત્રમાં તીર્થકર એક જ વિચરતા હોય. એ પિતાનું શાસન પ્રવર્તાવે. પિતાનું આયુષ્ય હોય ત્યાં સુધી તે ચલાવે પણ વિદાય પછી શું ? તે વિદાય પછી પણ આ શાસન સુવ્યવસ્થિત રીતે ચાલવું જોઈએ. તે ત્યારે જ ચાલે કે તેનું બંધારણવ્યવસ્થા સુવ્યવસ્થિત હોય તે જ. એટલે તીર્થકર દેવે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-સાધ્વી વગેરેની એક “સારી સંસ્થા, ખડી કરે જેમાં આચાર્યનું સ્થાન મહારાજા જેવું અને ઉપાધ્યાયજીનું પાટવીકુંવર જેવું હોય છે.
આજથી ૨૫૦૦ વરસ ઉપર નિર્વાણ પામેલા અન્તિમ ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનું આયુષ્ય માત્ર ૭૨ વર્ષનું હતું. જગતનું કલ્યાણ કરવાના હેતુથી ૩૦માં વર્ષે દીક્ષા પછી ૧ર વર્ષ સુધી કઠેર સાધના અને જે પ્રાપ્ત કરવા માટે દીક્ષા સાધનાદિને માર્ગ સ્વીકાર્યો હતે તે સાધનાની સિદ્ધિરૂપે ૪રમા વર્ષે કેવળજ્ઞાન એટલે ત્રિકાલજ્ઞાન પ્રાપ્ત થયું. સમગ્ર બ્રહ્માંડનું યથાર્થ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org