________________
સિંહગર્જના જેવી તેઓની ધર્મદેશના સાંભળનારના યામાં સોંસરી ઉતરી જતી. ગણધરવાદના એમના વ્યાખ્યાને સાંભળવા એ એક જીવનને હવે ગણતે. જેન જેનેતર વિદ્વાને, કવિએ ને અગ્રગ આ વ્યાખ્યાન સાંભળવા દુર-દુરથી આવતા અને વ્યાખ્યાન સાંભળી કૃતકૃત્યતા અનુભવતા.
તેઓનું જીવન જ જાણે ગ્રન્થરૂપ હતું. તેઓની પાસે રહેનારા અને સેવા-ભકિત કરનારા તેઓના મુખથી નિકળતા વચન સાંભળી અને તેઓનું જીવન નિહાળી વગર પુસ્તક લીધે જ પંડિત બની શકતાં.
ગણ્યા ગણાય નહીં અને લખ્યા લખાય નહીં તેવા છે તેઓના અદ્ભુત અને અને ખા જીવન પ્રસંગે.
નાના-મોટા અનેક પુસ્તકે તેઓના જીવન ચરિત્રને વર્ણવતા પ્રગટ થયા છે તેમાં મુનિશ્રી (હાલમાં પન્યાસશ્રી) શીલચંદ્રવિજયજી (ગણિ)એ તૈયાર કરેલ પુસ્તક “શાસન સમ્રાટ” પૂજ્યશ્રીના જીવનને વર્ણવવામાં મહદંશે સફળ થયેલ છે. તેમ છતાં આવા મહાપુરૂષે કે જેઓના જીવનની પ્રત્યેક પળ શાસનની સેવા અને સ્વ-પર કલ્યાણ માટે વિતી હોય તે બધાનું નિરૂપણ કરવામાં જડ લેખની કયાંથી સમર્થ બની શકે?
તે પણ ભક્ત હદયની એવી ભાવના રહ્યા કરે છે કે પિતાની શ્રધેય વ્યકિતના જીવનની બની શકે તેટલી યથાર્થતા જગતની સામે રજૂ કરવી. એવા જ વિચારમાંથી પ્રસ્તુત “નેમિ-સૌરભને પ્રાદુર્ભાવ થયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org