________________
અ ત ર ૬ ગ ૨
એ મારૂં સદ્દભાગ્ય ગણે કે પુણદય, કે એક ધન્ય પળે, પરમેપકારી, પરમ પૂજ્ય પ્રવર્તક મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મહારાજ સાહેબે મને-પ્રાત: સ્મરણય, પરમ પૂજ્ય, આજીવન બ્રહ્મનિષ્ઠ, નખશિખ સિંહવૃત્તિવંત, શ્રીમદ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના શાસન પ્રભાવક મહાન કાર્યોની–પોતે જાતે જોયેલો, જાણેલી તેમજ અનુભવેલી કેટલીક વાત કરી.
જે સાંભળ-વિચારીને મારા હૃદયમાં એ મહાપ્રતાપી મહાપુરુષના ગુણોની ગંગામાં સ્નાન કરવાની તાલાવેલી થઈ એટલે મે ૫. પૂ. મહારાજશ્રીને નમ્રભાવે કહ્યું કે “જયવંતા શ્રી જિનશાસનના આ સમર્થ તિર્ધરને સકળ જૈન જગત સહિત સહુ સાચા સ્વરૂપમાં ઓળખી શકે તે માટે તેઓશ્રીના વિશ્વકલ્યાણુકર જીવનને યથામતિ સાકાર કરવાની ભાવના મારા હૈયામાં જાગી છે.'
મારી આ ભાવનાને પ. પૂ. મહારાજશ્રીએ બિરદાવી અને શુભ આશીષ આપીને દ્વિગુણિત કરી.
અને મેં શાસનપતિના સમરણ-મનન અને ધ્યાનપૂર્વક શાસન પ્રભાવક સુરિસમ્રાટના નિત્ય પાવનકારી જીવનને ત્રિવિધે સમર્પિત થઈને આ જીવનચરિત્ર લખ્યું.
આજના પડતા કાળમાં શ્રમણ જીવનને પડકારરૂપ જે બાબતો છે, તેમાં મુખ્ય દેહાધ્યાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org