________________
૩૫
આરાધકને કડવી જ જોઈએ, ડંખવી જ જોઈએ. એ સત્યને ઝીલવા માટે જરૂરી સામગ્રી આ ગ્રન્થમાં રજુ કરવાનો પ્રયાણ કર્યો છે.
સાતે ક્ષેત્રોને એકસરખાં લીલાંછમ રાખવાની જે વિશદ્ દષ્ટિ ૫. ચરિત્રનાયકમાં હતી. તેનું અક્ષરશઃ પાલન કરવામાં જે કયાશ આજ-કાલ નજરે ચઢે છે, તેને દૂર કરવાની સદબુદ્ધિ અને પવિત્ર શક્તિ પણ આ ગ્રન્થનાયકના જીવનમાંથી આપણે સહુ ઝીલી શકીએ તેમ છીએ !
આપત્તિઓને અળખામણું ગણે તે કાયર ! આપત્તિઓને અંબે, તે મેક્ષ માર્ગને સાધક ! એ હકીક્ત પણ આ ગ્રન્થમાં શાસ્ત્ર સાપેક્ષપણે ગૂંથી છે.
સગવડની ઘેલછા, આત્માને અગવડમાં ધકેલે છે, માટે નિત્ય આત્માનુકૂળ જીવન જીવવાની જે અપ્રમત્તતા પ. પૂ. સૂરિસમ્રાટે કેળવી હતી તે આજના સાધન-યુગમાં આત્મસાધન માટે દિવાદાંડીની ગરજ સારે તેવી છે.
ભાવ ભરપૂર શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતના ધ્યાનમાં રહેવાથી ભવપરંપરા સજક ક્ષુદ્ર કમેને સમૂળ ઉછેદ થાય છે અને નિત્ય મંગળમય જીવનનું સમ્યક પ્રકારે જતન થાય છે, એ હકીકતને જીવનમાં ગૂંથાને પરમ પૂજ્ય આચાર્ય દેવે, ભાવાચાર્યની પ્રતિષ્ઠા વધારવા દ્વારા શાસનની જે પ્રભાવના કરી છે, તે પણ આ ગ્રન્થમાં યથાશક્તિ રજુ કરવામાં આવી છે.
નિર્મળ સચ્ચારિત્રના પ્રભાવે, છેલ્લા ૨૫૦૦ વર્ષમાં થયેલા શાસન પ્રભાવક સૂરિવારોની ઉજજવળ પરંપરામાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર આ સરિસમ્રાટનું જીવન એટલે સર્વ જીવ હિતકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org