________________
૩૭
જીવન ! સર્વ જીવો પ્રત્યેના આત્મીયભાવથી ભરપૂર જીવન અખંડ આત્મતિમય જીવન ! ત્રિજગપતિની આજ્ઞા સાથે અભેદ સાધનારૂં જીવન !
સિંહને વિશેષણે લગાડવાથી તેની વિશેષતા ભાગ્યે જ છતી થાય છે તેમ આ પુરુષસિંહને આપણે ભક્તિવશાત્ વિશેષ લગાડીએ તે સ્વાભાવિક છે, પણ “સૂરિસમ્રાટ' શબ્દ જ તેઓશ્રીની સમગ્ર વિશિષ્ટતાને વ્યક્ત કરવા માટે પર્યાપ્ત છે.
આવા પ્રાતઃસ્મરણીય વિશ્વપુરુષને ત્રિવિધ વંદનાપૂર્વક જણાવવાનું કે આ ગ્રન્થમાં આપ એક વાર પણ ડોકિયું કરશો તો પૌગલિક સુખ તરફ ડોક નમાવવાની ક્ષુદ્રતા, પરતંત્રતા, જડતા જરૂર આપને ડંખશે.
રાજ સાહેબ
તેમજ સાહિત્યને પણ
મારાં એ સદભાગ્ય કે મને પ. પૂ. પ્રવર્તક મુનિ શ્રી નિરંજન. વિજયજી મહારાજ સાહેબ મળ્યા અને તેઓશ્રીએ મને પ્રખ્ય લખવા માટે જરૂરી પ્રેરણું, માર્ગદર્શન તેમજ સાહિત્ય પુરા પાડવા,
એટલે જ શાસ્ત્રો કહે છે કે સાધુ પુરુષને એક ક્ષણને પણ. સંગ, નિયમ આત્મકલ્યાણકારી છે.
આવા સત્સંગના ઉદ્દેશથી પણ આપ સૌ અવશ્ય આ ગ્રન્થનું પડખું સેવશે તે સેવ્ય આત્મા અને પરમાત્માની સાચી સેવા માટે જરૂરી યોગ્યતા આપના જીવનમાં પણ પ્રગટશે.
આ ગ્રન્થમાં સારું જે કાંઈ છે, તે બધું આ જિનશાસન અને શાસનપતિનું છે એવા એકરાર સાથે વિરમું છું.
વિશાખ સુદ ૬
વિ સં. ૨૦૪૨ તા. ૧૫-૫-૮૬
સંસેવક મફતલાલ સંઘવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org