________________
જૈન તત્વ પ્રકાશ
વિરસેન રાજાની સેનાદેવી રાણીથી થયા. એમને સૂર્યનું લક્ષણ છે અને સ્ત્રીનું નામ મેહનાદેવી. ( ૧૭. શ્રી વીરસેન સ્વામીજી પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના વિદ્યુતમાલી મેરુથી પૂર્વ મહાવિદેહની ૮ મી પુલાવતી વિજયની પુંડરિકિની નગરીના ભૂમિપાલ રાજાની ભાનુમતી રાણીથી થયા. એમને વૃષભનું લક્ષણ છે, સ્ત્રીનું નામ રાજસેના.
૧૮. શ્રી મહાભદ્ર સ્વામીજી પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના વિદ્યુતમાલી મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૫ મી વિપ્રવિજયની વિજયા નગરીના દેવસેન રાજાની ઉમાદેવી રાણીથી થયા. એમને હાથીનું લક્ષણ છે અને સ્ત્રીનું નામ સૂર્યકાંતાં.
૧૯. શ્રી દેવસેન (દેવયશ) સ્વામીજી પુષ્કરાઈ દ્વીપના વિદ્યુતમાલી મેરુથી પૂર્વ મહાવિદેહની ૯ મી વચ્છવિજયની સુસીમા નગરીના સર્વાનુભૂતિ રાજાની ગંગાદેવી રાણીથી થયા. એમને ચંદ્રમાનું લક્ષણ છે, અને સ્ત્રીનું નામ પદ્માવતી.
૨૦. શ્રી અજિતવીર્ય (અજિતસેન) સ્વામીજી પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના વિદ્યુતમાલી મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪ મી સલીલાવતી વિજયની વીતશેકા નગરીના રાજપાલ રાજાની કનની રાણીથી થયા. એમનું લક્ષણ સ્વસ્તિકનું છે અને સ્ત્રીનું નામ રત્નમાલા
ઉપર્યુક્ત વીસ વિહરમાન તીર્થકરોના જન્મ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં, સત્તરમા શ્રી કુંથુનાથજીના નિર્વાણ થયા બાદ એક જ સમયમાં થયા. અને વીસમા શ્રી મુનિસુવ્રતજીના નિર્વાણ બાદ વીસે તીર્થ કરોએ એકસાથે દીક્ષા અંગીકાર કરી અને વીસ તીર્થકરે એક મહિના સુધી છવસ્થ રહીને કેવલજ્ઞાની થયા અને વીસેય ભવિષ્યકાલની વીસીન ૭ મા તીર્થંકર શ્રી ઉદયનાથજીના મેક્ષ ગયા બાદ એકસાથે મેક્ષ જશે. એ વીસેય વિહરમાન તીર્થકરેનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જેમાં ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા અને એક લાખ પૂર્વ સંયમ પાળી મોક્ષ પધારશે. એ વીસેય વર્તમાન તીર્થકરોના ૮૪–૮૪ ગણધરો છે, દસ દસ લાખ કેવલજ્ઞાની