________________
જૈન તત્વ પ્રકાશ ૭. શ્રી ઋષભાનન સ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯ મી વચ્છ વિજયની સુસમાં નગરીના કીર્તિ રાજાની વીરસેના રાણીથી થયા. લક્ષણ સિંહનું અને સ્ત્રીનું નામ જયવંતી
૮. શ્રી અનંતવીર્ય સ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪ મી નલિનાવતી વિજયની વીતશેકા નગરીના મેઘરાજાની મંગલા રાણીથી થયા. લક્ષણ બકરાનું અને સ્ત્રીનું નામ વિજયવંતી. ( ૯. શ્રી સુરપ્રભ સ્વામીજી પશ્ચિમઘાતકીખંડ દ્વીપના અચલમેરુની પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણ
આ બધા તીર્થકર પ્રભુઓ જુદાં જુદાં પાંચ ક્ષેત્રમાં અત્યારે હયાત છે અને આપણે જેવા ભવ્ય જીવોને બોધ આપી રહેલ છે. આમાં કઈ પહેલા નથી અને કોઈ પછી નથી. ૧-૨-૩ થી ૨૦ સુધી ગણાવ્યા, તે તે ફક્ત યાદ રાખવું ઠીક પડે, તેટલા માટે જ છે. બાકી બધા સાથે જ છે.
આપણા ભરત ક્ષેત્રમાં શ્રી ઋષભદેવથી માંડીને શ્રી વર્ધમાન (મહાવીર) સ્વામી સુધીના ૨૪ તીર્થકરો થઈ ગયા. તે બધા એક પછી એક થઈ થયેલ છે. તેમનાં આયુષ્ય પણ શરૂમાં વધારે અને પછી ઓછાં છે. કારણ કે અહીં આપણે ત્યાં અવસર્પિણી કાળ ચાલે છે.
પણ મહાવિદેહ ક્ષેત્રમાં તેવું નથી. ત્યાં તે સદા ચોથા આરાની શરૂઆત ' જેવો જ કાળ ચાલે છે. અને ત્યાં તે સદાય તીર્થંકર પ્રભુએ હોય જ –વિરહ પડે જ નહિ, ભલે પછી તે જુદા જુદા વિજયે (ભાગો)માં હોય.
દરેક મહાવિદેહ ક્ષેત્રના ૩૨ વિજો (ભાગો) હોય છે અને તે હિસાબે પાંચ મહાવિદેહના ૧૬૦ વિજ્ય હોય છે. કોઈ વખત એ છે કે જ્યારે બધા ૧૬૦ વિજેમાં તીર્થંકર પ્રભુએ હોય, તે તે વખતે ૧૬૦ તીર્થકર મહાવિદેહમાં હેય. પહેલાં ખામણમાં આપણે બેલીએ છીએ કે પંચમહાવિદેહ ક્ષેત્રમાં બિરાજતા જઘન્ય વીસ અને ઉત્કૃષ્ટ ૧૬૦ તીર્થકર પ્રભુઓ તે વાત -ઉપરને હિસાબે મળી જાય છે.
અને જ્યારે આપણે ત્યાં પાંચ ભરત અને પાંચ ઈરવત ક્ષેત્રમાં ૧-૧ તીર્થકર પ્રભુ હોય, ત્યારે પાંચ ભરતના ૫, પાંચ ઈરવતના ૫ અને પાંચ મહાવિદેહના ૧૬૦ એમ કુલ વધારેમાં વધારે ૧૭૦ તીર્થંકર પ્રભુએ એકસમયે હોઈ શકે છે.