________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ સોહનલાલજીએ મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવા પડકાર ફેંક્યો અને આત્મારામજી મહારાજે “જૈન તત્ત્વાદર્શમાં મૂર્તિપૂજા વિશે આધાર વગર લખ્યું છે એવો દાવો કર્યો ત્યારે મુનિ વલ્લભવિજયે એ પડકાર ઝીલી લીધો અને જાહેરમાં વિદ્વાનો સમક્ષ પોતે બધા આધારો રજૂ કરશે એમ જણાવ્યું. પરંતુ જ્યારે નગરના ચોકમાં સભા યોજાઈ ત્યારે મુનિ સોહનલાલજી સાચી પરિસ્થિતિ સમજી જઇને પધાર્યા નહિ અને એમણે મોકલેલા શિષ્યો તો મુનિ વલ્લભવિજયના જ્ઞાનથી અને વાત્સલ્યભર્યા શિષ્ટાચારથી પ્રભાવિત થઈ, સભા છોડી ચૂપચાપ ચાલ્યા ગયા હતા.
x x x શ્રી વલ્લભસૂરિની ગુરુભક્તિ, જ્ઞાનપ્રતિભા, સંયમની સાધના અને ઉગ્ર વિહારની શક્તિનો ખ્યાલ આ ઘટનાઓ પરથી આવી શકે છે. પંજાબમાં શ્રી વલ્લભસૂરિને મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવાના બીજા કેટલાક પ્રસંગો પ્રાપ્ત થયા હતા. તેને પ્રસંગે તેઓ સામી વ્યક્તિને ઉગ્રતા કે અભિવેશ વગર, પ્રેમથી અને શાંતિથી, વ્યવહારનયથી અને નિશ્ચયનયથી સમજાવતા.
મૂર્તિપૂજા વિશે તેમણે એક પ્રસંગે કહ્યું હતું કે, “પ્રત્યેક ધર્મમાં મૂર્તિપૂજા એક યા બીજા સ્વરૂપે છે જ. મૂર્તિઓ ભાવની પ્રતીક છે. વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ સ્થળો વગેરેને લીધે ભાવનું પ્રતીક ભલે બદલાય, પરંતુ માનવીના જીવનને ઉદાત્ત બનાવવા માટે પ્રતીક હોવું જોઈએ. આ પ્રતીક વિના કોઈને ન ચાલે. કોઈ છબીને માને, કોઈ ગ્રંથને માને. હિન્દુઓ હરદ્વારની યાત્રાએ જાય, મુસલમાનો પાક થવા માટે મક્કાની હજ કરવા જાય, પારસીઓ અગિયારીમાં જાય, શીખો ગુરુદ્વારામાં જાય, ઈસાઈઓ દેવળમાં જઈ પ્રાર્થના કરે. આમાં સૌ કોઇનો હેતુ જીવનને ધન્ય બનાવવાનો અને જીવનનો ભાર ઓછો કરવાનો છે. મૂર્તિપૂજામાં ન માનનારા નાસ્તિકો પણ પોતાનાં માતાપિતાની છબીઓ પડાવે છે અને તે સારા સ્થળે રાખે છે. આ મૂર્તિપૂજા નથી તો શું છે ? પ્રભુનું નામ અક્ષરોમાં લખાય એ પણ મૂર્તિપૂજાનો એક પ્રકાર છે. તો પછી એમની પ્રતિમા રાખીને આપણા હૃદયમાં પૂજ્યભાવ જાગ્રત કરીએ તો એમાં કશું ખોટું નથી.”
આત્મારામજી મહારાજના કાળધર્મ પછી મુનિ વલ્લભવિજયજીએ ચોદેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org