________________
૪૬
પ્રભાવક સ્થવિરો
ઘણો ભાર મૂક્યો હતો.
આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાય છોડી, ગુજરાતમાં આવી ફરીથી સંવેગી દીક્ષા લઈ મૂર્તિપૂજક સમુદાયમાં જોડાયા હતા અને પાછા જ્યારે તેઓ પોતાના શિષ્યો સાથે પંજાબ પધાર્યા ત્યારે સ્થાનકવાસીઓ તથા સનાતનધર્મીઓ તરફથી તેમના ઉપર ઉપદ્રવો થતા, પરંતુ તેઓ નીડરતાપૂર્વક તેનો સામનો કરતા. તેમનું જ્ઞાન એટલું અગાધ હતું કે તેમની પાસે આવીને કોઈ શાસ્ત્રાર્થ કરવાની હિંમત કરતું નહિ. એવી જ શક્તિ શ્રી વિજયવલ્લભસૂરિની પણ હતી.
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ વિ.સં. ૧૯૬૪માં પંજાબથી વિહાર કરીને ગુજરાત તરફ આવી રહ્યા હતા. એવામાં માર્ગમાં એક ગામમાં તેઓ હતા, ત્યારે વિજયકમલસૂરિનો ગુજરાનવાલાથી તાર આવ્યો. એમાં લખ્યું હતું કે અહીંના સનાતનધર્મીઓ ગુરુદેવ આત્મારામજી મહારાજ સાહેબના જૈનતત્ત્વાદર્શ” અને “અજ્ઞાન તિમિર ભાસ્કર' એ બે પુસ્તકો ખોટાં છે એવો પ્રચાર કરી રહ્યા છે અને એ માટે શાસ્ત્રાર્થ કરવા પડકાર ફેંક્યો છે. માટે તમે તરત વિહાર કરીને ગુજરાનવાલા આવી પહોંચો.” શ્રી વલ્લભસૂરિ તે વખતે ૩૭ વર્ષના યુવાન મુનિ વલ્લભવિજય હતા. તાર મળતાં જ તેમણે તરત ગુજરાનવાલા પહોંચવાનો નિર્ણય કરી લીધો. જેઠ મહિનાનો ઉનાળાનો સમય હતો. સખત ગરમીના એ દિવસોમાં સાડા ચારસો માઈલનો વિહાર કરવાનો હતો. તેઓ સવારના વીસ માઈલ અને સાંજના દસ માઈલ એમ રોજના ત્રીસ માઈલનો ઉગ્ર વિહાર કરીને વીસ દિવસમાં ગુજરાનવાલા પહોંચી ગયા. ગરમીને લીધે અને સતત વિહારને લીધે એમના પગમાં છાલાં પડી ગયાં હતાં અને લોહી નીકળતું હતું તો પણ આત્મારામજી મહારાજની પ્રતિષ્ઠાને ખાતર તેઓ હર્ષપૂર્વક ત્યાં પહોંચી ગયા. પરંતુ મુનિ વલ્લભવિજય શાસ્ત્રાર્થ માટે આવે છે એવી વાત વહેતી થતાં જ સનાતનીઓએ પોતાનો વિરોધ બંધ કરી દીધો. કારણ કે વલ્લભવિજયના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વાદશક્તિની એમને ખબર હતી. વલ્લભવિજયજી ત્યાં પહોંચ્યા ત્યારે શાસ્ત્રાર્થ કરવાનો કોઈ પ્રશ્ન રહ્યો ન હતો.
એવી જ રીતે પંજાબમાં સમાના નામના ગામમાં સ્થાનકવાસી મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org