________________
૧૦૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માટે જણાવે છે કે વિત્ત સંસાબુદ્ધી (ઓઘ૦ ભાષ્ય ગા. ૭) દ્રવ્યાનુયેગ-કર્મગ્રંથ, જીવવિચાર વગેરેથી સમ્યકત્વની શુદ્ધિ કરે છે. પણ સમ્યકૃત્વની શુદ્ધિ કરી એ પરમ ફળ નથી, કઈ પણ કાર્ય વિચાર આવે તે થાય, તેથી કાર્યની જડ વિચારને ગણીએ, પણ મુખ્યતા કાર્યની. કાર્ય બને ત્યારે વિચારનું સફળપણું. કાર્યમાં ઢીલા થાય કે કાર્યની પરિણતિ ન થાય, તે વિચારની કિંમત નહિ. “કારક” સમ્યક્ત્વ જે કહેવું તે કરવું. સમ્યકત્વના ભેદ
સમ્યક્ત્વના પ્રકાર ત્રણ ઃ (૧) કારક (૨) રેચક અને (૩) દીપક કારક સમ્યકત્વનું સ્વરૂપ
(૧) કારકમાં જેવું માને તેવું કરે–જેવી માન્યતા તેવી કરણ. “કારક સમકિત ખરેખર તેરમે ગુણઠાણે માનવું જોઈએ. છાંડવા લાયક માન્યતા છતાં છૂટયા નહિ, કરવા લાયક આદરવું જોઈએ ત્યારે “કારક”. બારમા-ક્ષીણમેહનીય ગુણઠાણે કે તમે નહિ, સાતમે ગુણઠાણે. છઠું પણ ન માન્યું, સાતમે માન્યું. સાત અને બાર, તેર વચ્ચેનું અંતરૂં તે બાહ્ય પ્રવૃત્તિનું નથી. જે પ્રવૃત્તિ સારી માને તે કરે. કારકમાં માને તેવું કરે. રેચક સમ્યકત્વનું સ્વરૂપ
રેચક સમકિતમાં માને બધું પણ કરી શકે નહિ. એથે ગુણઠાણે રહેલે માને સિદ્ધ દશા. સ્વરૂપે સિદ્ધમહારાજના આત્મામાં અને નિગાદિયાના આત્મામાં ફરક નથી. પિતાના આત્માનું સિદ્ધપણું માને, શ્રેષ્ઠ માને, પણ વર્તાવમાં કાંઈ નહિ. એક વ્રત કે અણુવ્રત ન હોય.