________________
૨૩૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તે ધર્મ. વ્યવહારે ધર્મ ભલે હોય, ઉપાદેય ધર્મ એને ન કહીએ. શાથી? મોક્ષની સાથે બંધાયેલા નથી માટે. ધર્મ કેવળ મેક્ષને અંગે આદરવા લાયક છે. જૈન શાસનમાં ખૂણેખાંચરે જ્યાં ત્યાં તપાસો તે એક જ સ્વર નીકળે અને તે એ કે “મેક્ષ'. જૈન શાસનમાં કોઈ પણ નાનામાં નાની ક્રિયા મોક્ષની સાથે બંધાયા વગરની હોય નહિ. જેને શાસનમાં બધે દયેય મોક્ષનું છે, તેથી અભવ્યથી એ સિવાય બીજું બેલાય નહિ.
બીજા દેશમાં ગયા હઈએ. ત્યાં આપણે વ્યવહારમાં વાંકા રહીને ભાંગીતૂટી પણ ત્યાંની જ ભાષા જે હોય તેમાં જ બલવું પડે. મદ્રાસ તરફ જઈએ ત્યાં તેમની ભાષામાં જ બલવું પડે. બાળબચ્ચાં બીજી ભાષા સમજે નહિ. નવી તરકડી નવ વખત નમાજ પડે.
જૈન શાસનમાં મિક્ષ સિવાય વાત જ ન સાંભળે તે પછી અભવ્યને માન-પૂજા લેવાનો રસ્તે ? એને વગર ઈચ્છાએ પણ મેલનું નિરૂપણ કરવું પડે. સરકારી અમલદારે હુકમ કાઢનારા ગાંધીજીથી વિરુદ્ધ. તેઓને પણ ટોળું ભેગું થાય તે વખતે ગાંધીજીની જય બોલીને આગળ વધવું પડે, તો પછી જે અભવ્યને માન-પૂજા લેવી હોય તે તે એ વર્ગ કરતાં સવા કૂદે તે જ આગળ વધે. યુરોપિયન (European) ને દેશી પાસેથી માન મેળવવું હોય તો દેશી કરતાં સવા ગાંધીજીને ભક્ત થાય. મોક્ષના ધ્યેયવાળા પાસેથી માન મેળવવું હોય તે નવી તરકડી નવ વખત નમાજ પડે. જેને માન લેવા માટે ઘૂસવું હોય તેને સવાયું કૂદવું પડે. આ ઉપરથી અભવ્યને મેક્ષરૂપ તત્વ કહેવું પડે છે, એક્ષ-તત્વ સિવાય એનાથી બીજું કહેવાતું નથી. એ પ્રભાવ જૈન આબાળગોપાલનું ધોરણ