________________
૨૩૬
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
મતામાં મહાવ્રતા નથી એમ કહેતા નથી. પાંચ મહાવ્રતા કહે છે. આચાર ગ્રંથ નથી, વિચાર ગ્રંથ નથી, સર્વથા હિંસાથી વિરમવું તેનુ’ નામ ‘અહિંસા’તે આચારાંગને વિષય હિંસાથી વિરમવું તે જૈન શાસનમાં જ છે તે વિષય ચગડાંગને. અહીં તે વર્ગીકરણનો વિષય. મહાવ્રત પાંચ છે. એમ કહે છે પણ આદરવા લાયક, ટકાવવા લાયક, વધારવા લાયક છે એમ કહેતા નથી. સીધુ કહે છે:---પાંચ મહાવ્રતા છે. આચારાંગમાં જે પરિણામે નીકળ્યો તેને પકડી રાખજે. સૂયગડાંગમાં સમજવુ. અહીં મહાવ્રતને આદરવાની, વધારવાની, ટકાવવાની વાત નહિ પણ વર્ગીકરણની વાત. શાસ્રકારે સીધાં પાંચ મહાવ્રતા છે એમ કહ્યું છે. તમે પાળજો, લેજો એમ કહ્યું નથી. મહાનુભવે ! આચરવાના વિષય આચારાંગને ને વિચારવાને વિષય સૂયગડાંગને છે. દ્રવ્ય-ભાવ-હિ'સાની ચત્તુભગી
પાંચ મહાવ્રતાના નિયમમાં આજ અનુક્રમ. પહેલાં પ્રાણા તિપાતવિરમણ. કેઇ બીજો ક્રમ કહેવા માગે તે નહિ. પાંચે અનુક્રમ આગળ જોઈ ગયા છીએ. તેમાં પ્રાણાતિપાતવિરમણ એ નામ કેમ રાખ્યું? હિંસા કેમ ન રાખ્યું ? હિંસા એ પ્રકારની છેઃ દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા. તેમાં ચાર ભાંગા પાડે છેઃ (૧) દ્રવ્યથી તેમજ ભાવથી હિંસા, મારવાની બુદ્ધિએ માર્યા. (૨) મારવાની બુદ્ધિ, પેલે ખસી ગયા. ભાવથી હિંસા, દ્રવ્યથી હિંસા નહિ. (૩) દ્રવ્યથી હિંસા પણ ભાવથી નથી. મારવાની બુદ્ધિ નહિ. પગે જીવ કચડાઇ મરી ગયા. અને (૪) દ્રવ્યથી માર્યા નહિ ને ભાવથી પણ માર્યા નહિ તે ચેાથે.