________________
વીસમું ]
સ્થાનાંગસૂત્ર પચ્ચખાણ કરે પણ હિંસા કોની થાય તે ખબર ન હોય તે હિંસાના પચ્ચક્ખાણુની કિંમત શી ? જીવ છે, આ ત્રસ, સ્થાવર છે તેવું ન જાણો છતાં હિંસાને ત્યાગ કરે તેની કિંમત શી? હિંસા ન કરવી એમ કહીએ તે સભામાંથી ઊભા થશે ને કહેશે કે પચ્ચફખાણ દે. તે ત્રસ જીવોને મારવા તેને હિંસા કહે છે. પૃથ્વીકાય વગેરે જીવ છે તેને મારવા તે હિંસા છે તે હાથ પહોળા કરી નાખે. જયારે ત્રસ, સ્થાવર, એ બે પદાર્થોનું ભાન થયું ત્યારે થયું કે સ્થાવરની હિંસા છોડવી મુશ્કેલ તેથી હાથ પહોળા કર્યા.
સ્વરૂપ જાણ્યા પછી જ પ્રતિજ્ઞાનું ફળ મળે
પહેલાં એ જાણવું જોઈએ કે જે હિંસાનાં પચ્ચખાણ કરવામાં આવે છે તે જીવો ક્યા ક્યા ? પહેલાં સાધા જ્ઞાન કરો. અભાવનું જ્ઞાન કરવું હોય તે પ્રતિગિકનું જ્ઞાન કરવું જોઈએ. જેને ઘડાનું સ્વરૂપ ખ્યાલમાં નથી તે ઘડે નથી એ કેમ કહી શકે? જેને છવના સ્વરૂપનો ખ્યાલ નથી તે જીવને નહિ એમ કેમ કહી શકે ? જે જીવને જાણતા હોય તેને જીવહિંસા નહિ કરું એમ કહેવાને હક. પહેલાં જાણો, જાણ્યા માત્રથી ચરિતાર્થ નહિ. જાણ્યાની સાથે પ્રાણપ્રાણને વધુ જાણે, તેથી જૈન ધર્મમાં આવેલા પણ પ્રાણના વધના પચ્ચક્ખાણમાં ન આવે ત્યાં સુધી પ્રાણવધના કર્મમાં બંધાયેલા રહેવાના. હું સાચું બોલીશ એમ કહો નહિ ત્યાં સુધી કોર્ટમાં તમારા વચન નોંધાય નહિ. પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી કાગળમાં ચઢે નહિ. તેવી રીતે અવિરતિ ટાળ્યા સિવાય, વિરતિ કર્યા સિવાય, નહિ કરવાના પચ્ચક્ખાણ કર્યા સિવાય ગણતરીમાં અવાય નહિ; આથી જ કોઈ પણ જાતની હિંસા નહિ કરનાર એકૅકિય એટલી બધી દયાવાળા છે છતાં વિરતિના કાગળીએ ચઢતા નથી. માટે “ હ્યા.” જીવનું સ્વરૂપ જાણે, ત્યારે પ્રતિજ્ઞા કરવાનું ફળ આવે.