________________
૨૦૪ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અધિક ચોથા ગુણઠાણની સ્થિતિ રાખી છે તે આથી.
હાજરી આપે તેમાં ભાગ મળે દેશવિરતિ એ સવિરતિની તાલીમ. સાધુ થવાની નિશાની. છેલ્લાં ચાર વ્રતનું નામ સાધુપણાની શિક્ષા. અતિથિસંવિભાગ એટલે સર્વવિરતિ તરફ એકસરખી ભક્તિ નથી મળી તેથી સોદો કરે છે. બાનું આપે છે. જે ગુણ નથી મળી શકતે, મેળવે છે એ એક્કસ છે. જેમ અનાજ ખાવા જોઈએ છે, કે ઠાર ખાલી છે તે ખેતરમાં વાવેતર કરવું પડે. તેમ સાધુતા, સર્વવિરતિ એ ક્ષેત્ર છે. એની અંદર વાવેતર કરું છું. એમના મોક્ષના અનુષ્ઠાનમાં મદદ કરનાર થાઉં છું. દુનિયામાં હાજરી આપે તો તેમાં ભાગ મળે તેમ સર્વવિરતિમાં મદદગાર થાઉં તે ભાગ કેમ ન પડે ? એમાં શિક્ષાવ્રતની શીખવાની વૃત્તિ આવે છે. શંકા-સુપાત્રે દાન કરે છે તે શું કરે છે, શું છેડે છે? સમાધાન-દુષ્કર કરે છે, દુરિત્યજ છોડે છે. શંકા-લટી પાણી, રાટલીને ટુકડો આપે તેમાં દુષ્કર શું કર્યું? શું દુત્યજ છોડયું? સમાધાન-દશ હજારનો કરતાવેજ લખાવ્યો. નીચે સહી કરી. તેમાં શાહી કેટલી વપરાઈ તેની કિંમત કઈ નહિ. કલમ ઘસાયાની કિંમત કાંઈ નહિ. આંચકો શાને આવે છે? જખમદારીને આવે છે. કલમ ઘસાયાને, શાહીને આંચકે નથી. લોટી પાણી, રેટીને ટૂકડે આપે તેમાં સંયમની ધારણ થઈ, એ દુષ્કર થયું મમતા છૂટી એ દુત્યજ થયું, મને સંયમ મળે એ બુદ્ધિથી સંજમવાળાને મદદ કરે છે. આપે છે ટુકડા પણ જે આપે છે તે બધું હોવાના બહાના તરીકે આપે છે. લાખોની મિટુકત છોડવી-છાડવાને લાયક થાઉં તે માટે આપે છે. ત્યાગમાં મદદ, ત્યાગ મેળવવા માટે આપે છે. રેટીના ટુકડાની કિંમત નથી પણ બાના તરીકે આપે છે તેની કિંમત છે. સંસાર ઉપાધિમય છે. અહિં રખડાવનારી ચીજ છે. મહાત્માને ત્યામમાં મદદ કરું તે ત્યાગ મેળવનાર થાઉં. આથી લેટી પાયું, ને રેટીને ટુકડે, સંયમનું બહાનું. આથી અતિથિ