________________
તેંતાલીસ ] સ્થાનગસૂત્ર
[ ર૦૯ પાંચમાં ઠાણમાં પંચ મહાત્રને જણવ્યાં. તેમાં પહેલું મહાવ્રત કર્યું? પ્રાણાતિપાતથી સર્વથા વિરમવું તે પહેલું મહાવ્રત.
જૈન ધર્મની અધિકતા શામાં? પહેલું શા માટે ? મૃષાવાદ પહેલું કેમ નહિ? જૈન મતની, જૈન ધર્મની જગતમાં કાંઈ અધિક્તા હોય તે હિંસાની વિતિ દ્વારાએ છે. મૃષાવાદ વગેરેની વિરતિને ઓછી ગણતા નથી. ઓછી નહિ ગણવા છતાં જે પહેલું સ્થાન આપવામાં આવે છે તે તે પ્રાણ તિપાતવિરતિને જ. પ્રાણાતિપાતવિરમણને અંગે જૈન શાસનનું લોકોત્તરપણું
જિનેશ્વરની માન્યતા રાખવા માં પ્રબળ સાધન ગણીએ તો તે છકાયના જીવોની રક્ષા છે. રાગદ્વેષ ટાળવાનું દરેક આસ્તિક કહે છે. ક્રોધ, માન, માયા અને લોભ ટાળવાની વાત દરેક આસ્તિક કરે છે, જૂઠ, ચોરી અને પરિગ્રહ ટાળવાની વાતે દરેક આસ્તિક કરે છે. તે પછી લેકોત્તરપણું શામાં? જેનશાસનનું લોકાત્તરપણું શામાં છે? લોકોત્તર પણું તપાસીએ તે પ્રાણાતિપાત વિરમણને અંગે છે. આટલાં બધા આસ્તિક મતનાં શાસ્ત્ર છતાં એકમાં છકાયના નામ સરખાય નથી. જેમાં છકાયની દયા નથી, જે છકાય જાણ્યા નથી, માન્યા નથી, જાહેર કર્યા નથી તે માણસ છકાયની હિંસા ન જાણે, જે છકાયની હિંસા ન જાણે તેને ઘા લાગ્યો હોય તે વખતે લેહી દેખીને ચીતરી ચઢે, પૃથ્વીકાય વગેરેનો નાશ તે વખતે જીવની હેરાનગતિ છે કે નહિ? ત્રસ જીવને અંગે હેરાનગતિની સ્થિતિ લક્ષમાં આવી જાય છે તેવી રીતે એકૅકિયની હેરાનગતિ લક્ષમાં આવતી નથી. લેહની ચીતરી છે, જીવની નથી, ત્રસકાયને અંગે કોઈ અંશે દયા છે. સ્થાવરને અંગે તે માન્યતા ધરાવી નથી. જાણ્યા નથી, તે પછી છકાયની હિંસા જાણવી, માનવી બને કયાંથી ?
લૌકિક દૃષ્ટિમાં અને શ્રાવકધર્મમાં ફેર શંકા-શ્રાવકની લત્તરદષ્ટિ ગણવી કે નહિ? શ્રાવકને ધર્મ