________________
તેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૧૫ માલ વેચવાવાળે વેચવા માગે છે, લેવાવાળા લેવા માગે છે દલાલણનું પિટ ભરાતું નથી, તેથી બંનેને રખાવે છે. આ દલાલણનું પૂરું ન થાય તે બંનેને રખડાવે છે. એનું ભરાય તે આ મરે કે પેલે મરે તેની એને ફીકર નથી. દલાલી પાકે તેટલું કામ છે. સારે સ્વાદ મળે તો પછી પેટ ફાટી જાય, ઝાડા થાય, તાવ આવે, અછરણ થાય તેની ફીકર નહિ, રાતની વેદના જીભ ભૂલાવી દે છે. વૈદ્યનું વચન ભૂલાવી દે છે. જ્ઞાન ભૂલાવશે? ઊલટું, બેસ બેસ, બહુ ડાહ્યો નહિ થા, ખાઈએ તે મરી જઈએને ? એ તો એ ખાઇને રાતે રવાને છે. વૈદ્ય કહે કેમ ખાધું? ખાય નહિ ત્યારે શું મરે? હેરાનગતિ કને ગમી છે? કોઇને નહિ, છતાં જીભ હેરાનગતિના હવાડામાં નાખી દે છે. આ પાંચે ઈન્દ્રિયોના વિષે જ્યાં એકઠા થાય ત્યાં શું થાય? ધારણા વણ સુખની હેય પણ પાંચ પિતાના પાવણને સંભારે. અંત્માના સુખને આ પાંચ પાપીઓ જોવાવાળા નથી દરેક છોકરાને પાસ થવાની, સારા માર્ક મેળવવાની ઈચ્છા હોય, છતાં જ્યાં રમતના ચાળો વચ્ચે આવે ત્યાં શું થાય ? રમતના ચાળા વચ્ચે આવવાથી સારા માર્ક મેળવવાની ઇચ્છા હવાઈ કિલ્લા જેવી થઈ જાય છે. સુખ મેળવવાની ઈચ્છા છે પણ પાંચ પાપીઓ આવે ત્યાં શું થાય? દાટ વાળે છે સુખ મેળવવાનું હાથમાં છતાં પાંચ પાપીના પંજામાં સપડાય ત્યાં શું થાય ! આગલા ભવને માટે, ઔદયિક વસ્તુ માટે, દુનિન્યાદારીની ચીજો માટે, કર્મના ડાઇવરથી ચાલે છે, ધમને અંગે વિચારીએ તે કેવળ ઉદ્યમ જ ડ્રાઈવર તરીકે જોઈએ, જૈન શાસનમાં પહેલે પગથિયેથી એ ગળથૂથી છે, એક જ શત્રુ છે, કમ શત્રુ છે. કર્મને છોડીને બધાની સંભાળ. કમને અંગે અસંભાળ. રાગના બંને પક્ષમાં સર્ટિફિકેટ, દ્વેષના એક જ પક્ષમાં
જૈન શાસનમાં દૂષની પીઠ થાબડી-શાબાશ! તે કર્મ પ્રત્યેના દ્વેષની, અજ્ઞાન, અવિરતિને દ્વેષની પીઠ થાબડી છે. એક ષને ખિતાબ મળે છે. ષ છે છતાં ખિતાબ મળે છે. શાબાશ. કહી પીઠ થાબડી.