________________
છાસઠમું ] સ્થાનાંગસુત્ર
( ૪૭ સમ્યક્ત્વ પામ્યો તેને અધપુદ્ગલપરાવર્ત પણ કરડવા માગે. મિથ્યાત્વી દશામાં અનંત કુમલપરાવતે કરડતા ન હતા. મિથ્યાત્વી મિથ્યાત્વ ટાળવાને જેણે કટિબદ્ધ ન હોય તેના કરતાં સમ્યકત્વવાળાને અવિરતિ ટાળવા મજબુત કેડ બાંધવાની હોય. પહેલે પગથિયે ચઢ. તેનો પગ બીજાં પગથિયાં તરફ હેલ. સમતિના પગથિયે ચઢેલ વિરતિના પગથિયે પગલું ઉપાડતા રહે, બીજું લક્ષ ન હેય. હજુ તમે તો બે વર્ષે, પાંચ વર્ષે વિરતિ કરવાની હિંમત ધરાવી શકે છે યા કરવાની લાયકાત દે છે. જેઓ કરવાની, હિંમતવાળા કે લાયકાતવાળા નથી તે વિરતિના અધિકાર સાંભળીને સંતોષમાં રહે છે. પાપમો, સાગરેપમો સુધી વૈમાનિક દેવતાઓ થઈને બારમા દેવલકે બાવીસ સાગરોપમ સુધી રહેવાનું તેમાં એક પણ વિરતિ આવવાની નહિ. સમક્તિ જમ્યા ત્યારથી છે. ભગવાન પાસેથી વાર વાર આવીને શું સાંભળે છે? વિરતિના ગુણ, વિરતિનું બહુમાન સાંભળે છે, તે જ તેના આત્માને ખેંચે છે. જિંદગીમાં પામવાનો નથી. નવકારસીય પામવાનો નથી. એકે વિરતિ થવાની નથી. સમતિ થઈ ગયેલું છે તે પાપ અને સાગરોપમે સુધી શું સાંભળે વિરતિની બલિહારી અને અવિરતિનો તિરસ્કાર સાંભળવાનું છે. આ વાત ખ્યાલમાં લેશે તે જણાશે કે દેવતાઓ પણ મનુષ્યોને નમસ્કાર કરે છે તે વિરતિને અંગે.
સમકિતી થયો તેટલો વિરતિ માટે તલપાપહ
વિરતિ તરા કે રાગ હવે જોઈએ? અવિતિ રહેવાની એ નિય. સાગરોપમ સુધી જવાની નથી તે નિય, પણ છોકરીઓ ઢીંગલા ઢીંગલી રમવામાં વર્ષો કાઢે છે. તે વખત કેઈ પરણવાનું નથી. પરણવાની વાતને એટલું બધું રૂપ આપેલું છે કે રમતમાં વર્ષે કાઢે છે. કોઈ પરણાવતું નથી. સંસાર શું ચીજ છે તેનાં સ્વપ્ન છે, છતાં રમતમાં વર્ષો કાઢે, દેવતાને વિરતિની વાત સાંભળવામાં વધી જાય. વિરતિ લેવાની, મળવાની નહિ અને અવિરતિ ટળવાની નહિ.