________________
કે તેરમું ] સ્થાનસત્ર
[ ૪૫ અતીત કાળની અપેક્ષાએ ભિન્નપણું માનવું પડશે. અવતારની કલ્પનામાં ગયા પછી એ લેકેને આત્મા અને શરીરને સર્વથા ભેદ માન્યા સિવાય છૂટકે નથી. નાસ્તિકના મતમાં અભિન્ન માનવા સિવાય છૂટ નથી શરીર સુધી આત્મા એમ ન માને તો બીજે ભવ માનવે પડે. શરીર એ આત્મા અને આત્મા એ જ શરીર માન્યા સિવાય છૂટકે નથી. દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયિની અપેક્ષાએ
અનિત્યપણું નિત્યઅનિત્યપક્ષમાં આવવું હતું. સ્વરૂપ ન ખસે તેટલા પૂરતું નિત્ય. એનામાં પલટે ન થાય, નવી સ્થિતિ ઉત્પન્ન ન થાય તેવી રીતે આત્મા નિત્ય થઈ શકે નહિ પદાર્થો તે તે ક્ષણે નાશ પામે છે, તે ઉત્પન્ન થાય છે. એક સ્વભાવે કઈ ચીજ રહી શકતી નથી, બીજ, જેને કોઈ પણ અંશ આવે નહિ, જેનો કંઈ પણ અંશ ઉત્પન્ન થાય નહિ, જેના સ્વભાવમાં ફરક પડે નહિ તેવું નિત્ય માને છે, પણ આવું અસંભવિત છે. ક્ષણે ક્ષણે સ્વભાવને ન પલટતી હોય તેવી કોઈ ચીજ નથી. નવા સ્વભાવને ન લેતી હોય તેવી કોઈ ચીજ નથી. આપણે બે માનીએ છીએ-નિત્યઅનિત્યપણું. જે ભાવની, સ્વરૂપની વિરક્ષા કરીએ તે તેને નાશ ન થવો તેનું નામ નિત્ય. આત્માપણું મનુષ્યમાં છે. આત્માપણું ઉત્પન્ન થવાવાળી ચીજ નથી અને નાશ પામવાવાળી ચીજ નથી. આત્માના દ્રશ્યપણે આત્માને કોઈ દિવસ નાશ નથી. ચાહે તે અનંતા કાળચક્રે જશે પણ આત્માપણું નાશ પામવાવાળું નથી. તેની અવસ્થા નાશ પામે છે. મનુષ્યપણાની અવસ્થા નાશ પામશે. દેવની અવસ્થા થશે રામ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય કોઈ પણ ચીજ એકલા દ્રવ્ય કે એકલા પર્યાયરૂપે નથી પર્યાય વગરનું દ્રવ્ય નથી અને દવ્ય વગરના પર્યાય જગતભરમાં નથી. દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું આમ માનવાથી પ્રાણાતિપાત