________________
સુડતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૩૯ નાંખે “સાળા મને વાગ્યો, મને લાગ્યું હતું તેથી તેને ચૂરી નાખે. અહીં ગાળ દીધી તેમાં વળ્યું શું? બાવળીઓ ગયા નથી ત્યાં સુધી શું વળ્યું? છોકરાને મખં જ કહીએ. બાવળીઆને ઉખેડી ન નાંખે, બાવળીઆ નીચે ફરવાનું ન છોડે તેને મૂર્ખ કહીએ પાપની પ્રવૃત્તિ ૨૫ બાવળીઓ ઉખેડી કાઢયે નથી, પાપરૂપ બાવળી માં નીચે ફરવાનું બંધ કર્યું નથી અને છોકરાની હાંસી કરીએ છીએ તે મખ કોણ? આવતા દુઃખને ચૂરવાને સો તૈયાર. પણ દુખોના કારણે પાપ, એને ચરવા કેટલા તૈયાર થયા? વેદનાને વિચાર કરવા દરેક તૈયાર છે પણ પાપ ન બાંધુ, પાપને રસ્તે ન જાઉં, એ વિચારે કયારે આવ્યા ? ગુમડાની દવા કઈ કરું, કયા દાકતરને બોલાવું? કાંટો લાગેલે તે છૂંદાય છે પણ બાવળીઓ નથી કઢાતો.
શાસકારે સિંહ થવાને ઉપદેશ આપે છે શારીરિક, માનસિક, વાચિક, કૌટુંબિક અને આર્થિક એ બધા દુખની જડ કઈ બાંધેલા પાપ તે ઉખેડવાને કઈ મહેનત થઈ?
તું કૂતરે એવું કઈ કહી જાય તે ક્રોધ આવે, પણ કૂતરાના કામે કરીએ તેમાં વધે નહિ! કૂતરાને કઈ પથરો મારે તે પથરાને કરડવા જાય પણ સિંહ બાણની સામું ન જુએ તે તો મારનારના સામે ધસે. આથી શાસ્ત્રકાર સિંહ થવાને ઉપદેશ આપે છે. અનિષ્ટ વિષય વગેરે તરફ ન જુઓ તેના કારણો તરફ જુએ, જેઓ પાપના ઉદય તરફ જુએ તેવાઓને સમ્યગ્દર્શનના ઘરનું છેટું છે, તેણે હજુ પાડોશીની પંચાત કરી છે.
આપણું ચોટ અઘાતી તરફ અઘાત અને ઘાતી કર્મ નામના બે પ્રકારના કર્મો કહ્યા છે. ઘાતી કર્મઘાતકકર્મ-સીધે આત્માને મારનાર, બગાડનાર તે આ વર્ગ આત્માના ગુણો ઉપર જેની ચેટ એ ઘાતક, આત્માને હત્યારે તેનું નામ ઘાતી, નાને છોકરે, પથરે, થાળી જે હોય તે મારે, પણ તેનું કાંઈ નહિ, ઘાતક નહિ. અઘાતી કર્મ તે તને કાંઈ કરવાના નથી.