________________
ઓગણત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૫૯ રાજા આમ માગે છે, ધારે છે, માટે આમ કરવું એમ દેશને ઓર્ડર (order) કરવો હોય, તો દેશના ઓર્ડરને માટે જે ભાષા લખાય તે તે લોકો સમજતા હોવા જોઈએ. તે વખતે તે ભાષા પ્રવાહ તરીકે ચાલતી હતી. સંસ્કૃત ભાષા પ્રચલિત નહતી. દેશવ્યાપક તરીકે જે પ્રાકૃત ભાષા ન હોત તો જે અશોકને અનેક દેશોમાં લેકેની પોતાની ભાષામાં શિલાલેખ લખવાનું બનેલું તે બનત નહિ.
એથી જ એક નિયમિત ભાષાની જરૂર
અર્ધમાગધી અને પાલીમાં અમુક અક્ષરના આદેશમાં ફેરફાર વિના બીજે ફેરફાર નથી. પાલીને અભ્યાસી પ્રાકૃતિને સારી રીતે જાણી શકે છે. અક્ષરને ફેરફાર થાય તેમાં નવાઈ નથી. અશોકની વખતે જે ભાષા ચાલતી હતી તેને અમુક વિકાર થયેલું હતું. આ દેશની અંદર અઢાર દેશને ચાલી શકે. દેશની દષ્ટિએ સાડીપચીસ દેશની ભાષા તરીકે અઢાર વિભાગ છે. સર્વની આરાધનાના દરવાજા ખુલ્લા કરવા માટે, સર્વને વરદાન આપવા માટે, તેમજ તીર્થકરે દેવતાને ઉદ્દેશીને ધર્મ કહે તે વખત એક નિયમિત ભાષા ન હેય તે જે દેવતાને કહેવાનું હોય તેમાં મનુષ્ય આવે તે તેની આબરૂના કાંકરા થઈ જાય. દેવતાની, તીર્થકરની અને દેશની ભાષા અર્ધમાગધી હતી, તેથી ધર્મને પ્રવાહ એકસરખી રીતે ચાલી શકયે. બહારથી આવવાવાળાની ભાષા એકસરખી હોય તે તે બધાને બંધ થઈ શકે, હિંદીમાં અમુક સમજી શકે, અમુક ભાગ બીલકુલ નહિ. આગ્રા અજમેરમાં હું આવ્યો છું” કહે તે અહીં આવી ગયેલા સમજે, બીજા ન સમજે. ધર્મના પ્રતિબોધરૂપ ભાષા બધા દેશને લાગુ પડે તેવી ન હોત તો અમુક શ્રોતા જ લાભ લઈ શકત. અહીંની ભાષામાં બીજા લેકોને તુંબડીમાં કાંકરા જેવું થાય પણ સામાન્ય હોય તે બધા સમજી શકે. ધર્મ, અધર્મ, આરાધનાધિનાના પ્રસંગે, કૌટુંબિક વ્યવહાર, આર્થિક, ધાર્મિક વ્યવહાર જે ભાષાએ રોકી લીધા પછી જે ભાષા બાકી રહે તે સડીને