________________
૧૮૮ ] સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન તરીકે માને તેમાં તમારી બુદ્ધિ શું કામ કરે છે? શાને આધારે મનાય ? કેવળ ભગવાનના વચનને આધારે મનાય. સિદ્ધસેન દિવાકરે જણાવ્યું–છાનિકાયને માનવા તે સમક્તિ. પહેલું વ્રત માને તેને બીજું વ્રત પાળવાનું. બની શકે. મૃષાવાદ-વિરમણ અંગે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન : ૪૧ આસ્તિક્યનું ખરું ફળ અનુકંપામાં ગણધર મહારાજ શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીવના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, ભગવાન મહાવીર પાસેથી પ્રતિબોધ પામીને પ્રવજ્યા અંગીકાર કરી કે તરત બારે અંગની રચના કરી. કારણ કે સમકુવને અંગે લઈએ છીએ કે આસ્તિયરૂપી વૃક્ષ ફળ્યું જ્યારે ગણાય? અનુકંપારૂપી ફળ આવે ત્યારે. હળથી અનુક્રમે ચાલ્યા છે. મુખ્યતાને ક્રમ લીધો. પાંચમાં મુખ્ય શમ પહેલે. પછી સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિય. યથાપ્રાધાન્યન્યાયે પહેલી જડ આસ્તિયની છે. આસ્તિકા એ મુખ્ય છે, પણ આસ્તિકય આવ્યા પછી જે અનુકંપા ન આવે તે આસ્તિય ફળીભૂત થએલું નથી. એ રીઓ વગરના વાંઝિયા આંબા જેવું થાય. અનુકંપા વગરની આસ્તિકતા એ ફળ વગરની છે. આસ્તિકતામાં જીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્મ કરે છે, અનુભવે છે, જીવને મોક્ષ છે અને મોક્ષના રસ્તા છે, એમ માની લીધું, છતાં પોતાને અંગે મેક્ષ મેળવવાનો વિચાર ન થાય, પિતાને આત્મા જવાબદાર, જોખમદાર ન થાય, પેતાનાં કરેલાં પિતાને ભોગવવી પડશે તે ધારનારો ન થાય ત્યાં સુધી મીડું.
આસ્તિક અને નાસ્તિક વચ્ચે ફેર એ ધારનાર છતાં ડગલું વળે કયારે ગણાય? મેલ