________________
૧૪૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન રચના કરી. રચના કર્યા પછી ગણધર પદવી મળે છે. અન્યને ગુણે પ્રાપ્ત થવા માટે બાર અંગની રચના કરે. તેમાં પ્રથમ આચારાંગ, પછી રાયગડાંગ, પછી સ્થાનાંગ. તેમાં પાંચમા ઠાણમાં પંચ મહાવ્રત. પ્રાણાતિપાત-વિરમણ-પ્રાણુને વિજોગ સર્વ સ્થાનમાં વ્યાપક છે, અનાદિને છે. હિંસા એ પાપસ્થાનક અનાદિનું સર્વ વ્યાપક સ્વાભાવિક. કઈ પણ જીવ કોઈ ભાવમાં આવે ત્યાં પ્રાણ લઈને આવે, પણ બેલવાની ભાષા લઈને ઈ આવતું નથી, મિલકત, બૈરીને લઈને કોઈ આવતું નથી. લબ્ધિથકી લઈને આવતે હેય તે પ્રાણને લઇને આવે છે. ગતિને લાયનું આયુષ્ય લઈને આવે છે. પ્રાણે એ બીજી ગતિથી લઈને અવાય છે તેથી સ્વાભાવિક. ભાષાની માલિકી પાછળથી, માટે પહેલવહેલાં પ્રાણાતિપાત-વિરમણને પહેલું મહાબત ગણાવ્યું. એના નાશ સાથે સર્વ ગુણને નાશ. બીજામાં એક અંશનું નુકશાન, હિંસામાં સર્વ પ્રાણેને એકી સાથે ઘાણ નીકળી જાય.
હિંસામાં સંકેતની અપેક્ષા નથી. જૂઠ બોલવામાં જે ખોટું લાગે તે ભાષા જાણતો હોય તેને. ભાષા ન જાણતા હોય તેને કાંઈ નહિ. નાના બાળકને અંગ્રેજીમાં બેલે તે કાંઈ નહિ. સંકેત જાણે તેને મૃષા હેરાન કરે છે. હિંસામાં સકેતની અપેક્ષા નથી. હિંસા અંતરંગ ગણાય, તેથી અહિંસા પહેલી કરવી જોઈએ. આ પહેલું. હવે બીજા મહાવ્રતમાં મૃષાવાદ-વિરમણ કહીશું. પ્રાણને વિયાગ તેનું નામ હિસા. પ્રાણુ ચીજ બીજાની દરકારવાળી ન હતી. મૃષાવાદથી પાછું હઠવું. “મૃષા’ શબ્દ સ્વતંત્ર નથી. મૃષા–જૂઠું એટલે સાચું નહિ. સાચાની વ્યવસ્થા કરી ત્યારે જૂઠાની વ્યવસ્થા થાય. જુઠાની વ્યવસ્થા નક્કી થાય ત્યારે જૂઠું ન બોલવાની વ્યવસ્થા થાય. આ હતું ત્યારે સત્યવ્રત રાખવું હતુને? ભાષાની દ્રષ્ટિએ સત્યતા, અસત્યતા મિશ્રતા, વ્યવહાર કઈ ચીજ છે તે ધ્યાનમાં લે. સત્ય વગેરેની વ્યાખ્યા કરીને મૃષાની વ્યાખ્યા કરવી. તે કરીને તેને બીજો નંબર કેમ તે અગ્રે વર્તમાન.