________________
૫૦ ].
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન પણ ઉત્પત્તિ વગેરે ભૂલી જાય, જંગલની સ્વતંત્રતા ભૂલી જાય. દડીને ખીલે આવે. અડફટમાં માણસ આવે તો પડી જાય. લાલચમાં જેવી જાનવરની તેવી આપણી દશા થાય. આને તો લાલચ સાથે મમતા, મારાપણું, કાકા, મામા, બધામાં મારાપણું. આ બધા ખીલા લાગ્યા પછી શું થાય? શી રીતે ખસે?
ત્રણે પગથિયે જીવની સ્થિતિ હવે મૂળવાત પર આવો. અનાદિ કાળથી આ જ વિષયની પ્રાપ્તિ તરફ ઈષ્ટતા ગણી છે. ઈષ્ટ વિષને મેળવવા માટે. અનિષ્ટને દુર કરવા મથ્યા છે, તેમાં કાળ ગુમાવ્યો છે, પણ છૂટે તો કલ્યાણ એમ થયું નથી. પહેલે પગથિયે જીવ આવે તે શું થાય ? ઈષ્ટ વિષયો પ્રાપ્ત થાય તેમાં જેવી ખુશી, અનિષ્ટ વિષયો ખસે તેમાં જેવી ખુશી. તેવી જ ખુશી દાન, શીલ, તપ, ભાવને અંગે થાય, તેવી જ ખુશી મોક્ષ માર્ગને અંગે, સમ્યગ્દશન વગેરે અંગે થાય ત્યારે પહેલું પગથિયું. કઈ અર્થ લાગતાં, “ઝયમ' આ સાધ્ય લાગતું. જેવી રીતે કુંટુંબકબીલાને અંગેજેટલે અંશે પ્રીતિ તેટલા અંશે દેવ, ગુરુ, ધર્મને અંગે પ્રીતિ થાય. વિવાહને અંગે પ્રીતિ, તેવી એછવને અંગે થાય તે પહેલું પગથિયું
બીજા પગથિયે “બ મ આ પરમાર્થ. દેવ, ગુરુ, ધર્મનું આરાધન, દાન, શીલ, તપ, ભાવની પ્રવૃત્તિ સરવાળે હિસાબમાં આવવાવાળી છે એમ થાય ત્યારે બીજું પગથિયું. આ નિગ્રંથપ્રવચન જ પરમાર્થ છે–આમ થાય ત્યારે બીજું પગથિયું આવ્યું, ત્રીજું નહિ. આ બધાં ફળ તરીકે કહેવાનાં. ખરેખર હેાય તે આ–આ બધાં જુલમગાર, સંસારમાં જેટલી મારી પ્રવૃત્તિ, તે મારા આત્માને ફસાવનારી જુલમગાર છે. દાન, શીલ, તપ, ભાવ, સમ્યગ્દર્શન વગેરે સિવાય જે કરું તે તને નેતરું છે. આ સિવાય જે કાંઈ કરું તે મોતને નોતરું છે. બકરી બેવકૂફ. ધૂળથી ઢંકાયેલી