________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કેવલી થવાનો નથી. વ્યવહાર–ચારિત્ર ઉપર જાઓ. વ્યવહાર-ચારિત્રની આટલી બધી પ્રબળતા હેવાને લીધે આચારાંગની પ્રથમ સ્થાપના ગણધર મહારાજે કરી. જગતને કાંઈ પણ દોરવનાર હોય તે તે બાહ્ય વસ્તુ છે. પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન એ બોલનારી ચીજ છે. ભલે મનઃપર્યવ, અવધિ, કેવલજ્ઞાન ચઢિયાતાં છે પણ મૂગાં છે. શ્રુતજ્ઞાન એ મહર્ધિક, કેવલજ્ઞાન એની પછી. કેવલજ્ઞાન જે કે જબરજસ્ત છે છતાં શ્રુતજ્ઞાનની પાછળ. જગતનું તારક હોય તે મુતજ્ઞાન છે. જગતને તારનાર હોય તે તે શ્રુતજ્ઞાન છે, તેવી રીતે જગતને તારનાર બાહ્ય આચાર. અંદરનો વ્યવહાર જે કે કિંમતી છે.
સાથને પ્રથમ બાહ્ય આચાર ભણાવવાની જરૂર
દાનની પ્રવૃત્તિ સહેલી થઈ ગયેલી છે. દાનની મૂળ જડ તપાસીએ તે શ્રેયાંસકુમાર જાતિસ્મરણ થયું, તે જાતિસ્મરણ ધારાએ ધર્મની પ્રાપ્તિ. તે બાહ્ય આચાર ઉપર આધાર રાખે છે. બાહ્ય આચાર પહેલાં સાધુને ભણાવો. માત્ર હિંસાથી વિરમવું એટલું જ નહિ પણ બુદ્ધિથી
તેને સમજવાની પણ જરૂર સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા. ઠાણાંગમાં વિરમણ શબ્દ રાખે. વ્યુત્પત્તિ લેવાય અને લાંબે અર્થ આવી જતે હોય તેને ટૂંક કરવો તે ગરૂઢ. એકેંદ્રિયથી માંડી પંચેદિયની બધી હિંસાઓ ધ્યાનમાં લીધી. કાયસંસર્ગ, બુદ્ધિસંસર્ગ ધ્યાનમાં લીધા. બુદ્ધિથી એ હિંસા સમજમાં ન આવે ત્યાં સુધી વિરમવાનું ન થાય. “સાહ્યાભ્યએ ” પહેલાં જાણે. જે ભાષામાં દસ્તાવેજ લખે તે ભાષા ને સમજે તે કામ લાગતું નથી. દેશદેશમાં કોર્ટમાં તે દેશની ભાષા રાખી. કારણ કે એમ કહેવાને વખત ન આવે કે આ ભાષા હું જાણતા નથી. તેવી રીતે હિંસાનાં