________________
ધ્યાખ્યાનેં ૨૫ પૂર્વોની બહાર કશું રહેતું નથી ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે બાદશાંગીની રચના કરતા થકા પહેલાં પૂર્વોની રચના કરી. પૂર્વોની અંદર એવી કોઈ પણ જગતની વસ્તુ નથી કે જેનું નિરૂપણ ન હોય. એવી સ્થિતિ હોવાથી ચૌદ પૂર્વને જાણનારાની દેશના ને કેવળજ્ઞાન પામેલાની દેશના સરખી ગણાય. પ્રત્યક્ષ કેવળજ્ઞાન થયેલું હોય તે પદાર્થો દેખે અને શ્રુતજ્ઞાનથી પરોક્ષ દેખે તેમાં ફરક નથી. ત્યાંના ફોટાને અહીંથી કાચથી દેખે, ત્યાં બજારને દેખે, તેમાં કોઈ પણ જાતને ફરક નથી. કેવલીઓએ જે પદાર્થો દેખ્યા તે જ પદાર્થો કહ્યા. કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી અભિલાખ જેવા જાણે તેવા શ્રુતકેવળી જાણે. અનભિલાષ્ય-જે પદાર્થ કેહેવાના નહિ, જે પદાર્થ કહી ન શકાય તે અનભિલાય. તેને વાચક શબ્દો નથી. આટલું બધું પૂર્વમાં છે તેથી જ સમગ્ર પૂર્વને જાણનારા કેવળીની જોડમાં આવી શકે.
આચારાંશ એ તે શાસનની પ્રવૃત્તિની જડ - ચૌદ પૂર્વો રચ્યાં છતાં પહેલાં ગોઠવવાને લાયક પૂર્વોને ગણાં નહિ. રચના પૂર્વની કરી પણ ગોઠવણ નહિ. ગોઠવણમાં પહેલું આચારાંગ ગોઠવ્યું.આચારાંગ એ જ આચારનો આધાર,ગણિસ્થાન તરીકે. આચારાંગને વંચાવ્યા સિવાય બીજું સૂત્ર વંચાવે તે પ્રાયશ્ચિત્ત. શાસનની પ્રવૃત્તિની જડ જે કોઈએ પણ રાખેલી હોય તે તે આચારાંગે. જેન શાસનને હિસાબે શુદ્ધ ન છે. શુદ્ધ એટલે નિશ્ચય નયનું નામ લઈને એવું કહેવાવાળા છે કે આત્માને જાણે