________________
બાવીસમું સ્થાનાંગસૂત્ર
૨૯૯ સીધું જે અન્યલિંગ કે ગૃડલિંગ સિદ્ધનું ઉદાહરણ લેવા જઈએ તે આ વીસીમાં નથી. દષ્ટાન્ત તે કે ડસ્થપણામાં કેવળજ્ઞાન પામ્યા હેય ને તરત મોક્ષે ગયા તેવું જોઈએ. તેવું દષ્ટાંત મળતું નથી.
કેટલાક ગ્રંથકારેએ ગૃહિલિગે સિદ્ધમાં મરુદેવામાતાનું દષ્ટાંત આપી દીધું તેમ આપી દેવું હતું કે? અહીં કેવળજ્ઞાન થયું, પછી આયુષ્ય હતું, સાધુપણ લીધું. ઉપચાર કરીને ભરત મહારાજા અને વલ્કલચીરીને ગૃહિલિગે ને અલિંગ સિદ્ધમાં લીધા. ચારિત્ર એ તે આત્માનો સ્વભાવ
બાહ્ય–ત્યાગ એ આત્માને સ્વભાવ છે. જે એ ત્યાગ એ આત્માનો સ્વભાવ ન હોય તે પ્રત્યાખાનાવરણીય અને અપ્રત્યાખાનાવરણીય કષાય માનવાની જરૂર શી? કેવળજ્ઞાન થયું એટલે રખડવાના નથી. મિક્ષ હાથમાં છે તે ચારિત્ર શું કામ. લેવું પડયું? ચારિત્ર એ આત્માને સ્વભાવ છે. એ પ્રગટ થાય તેમાં નવાઈ શી? જેને બાહ્ય-ત્યાગ ન હોય તેને આમસ્વભાવ ચોક થયેલ નથી; તેથી સ્ત્રી, હથિયાર કે માળ રાખવાવાળા દેવ” નહિ જે દ્રવ્યનો વિરોધ છે એ ખસેડવામાં ન આવે તે દેવત્વને અટકાવે તેથી કુદેવનું ચિહ્ન માન્યું. દેવને આપણું જેવી મુશ્કેલી ન હોય
હથિયાર શાને માટે રખાય? શત્રુપણાની બુદ્ધિ પહેલાં હેય તો શત્રુને મારો આ બુદ્ધિ. “સ્વ” એ મેહનો ચાળો હોય તે જ સ્ત્રીનો સંકલ્પ. માળા કેમ? સામાયિક, પડિકકમણામાં ગણે એ શું નડી? માળા નથી જુલમ, પાપનું સ્થાન નથી. એમાં કુદેવપણું કયાંથી આવી ગયું ? મનુષ્યની દ્રષ્ટિ