________________
મે બોલ 'हा! अणाहा कहं हुंता न हुँतो जो जिणागमो'
જે જીનાગમ ન હોત તે અનાથ એવા અમારું શું થાત !
ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર મહારાજાએ જે ઉપદેશની ધારા વહેવરાવી તે ગણધર ભગવાને પોતાના શબ્દોમાં ત્રિપદીના આધારે ગઢવી, પ્રભુએ અનુભવપૂર્વક પ્રરૂપેલા જીવાદિ તત્વોના અર્થો ગણધરોએ સૂત્રરૂપે ગોઠવ્યા તેને દ્વાદશાંગી કહેવામાં આવે છે. એ આગમને ચિરંતનાચાર્યોએ ૧ હજાર વર્ષ સુધી કંઠસ્થ રાખ્યા અને પછી વાચકવર્ય શ્રી દેવગિણિક્ષમાશ્રમણે અનેક મહાન આચાર્યોને ભેગા કરી ગ્રંથરૂપે લખાવ્યા. અજિન ધર્મગ્રંથ શબ્દપ્રધાન છે,
જ્યારે આપણા આગામે અર્થપ્રધાન મનાય છે. બાર અંગેમાં પ્રથમ આચારાંગસૂત્ર, તેમાં સાધુઓને આચાર બતાવેલ હોવાથી તે આચાર સુધારનાર આગમ ગણાય, બીજુ સૂયગડે તેમાં જનઅન તનું નિરૂપણ હોવાથી વિચારેને સુધારનાર, અને ત્રીજું સ્થાનાંગસૂત્ર છે, તેમાં પદાર્થોનું વર્ગીકરણ છે, એટલે તે તે પદાર્થોના ભેદોની સંખ્યા મુજબ વિભાગે કરવામાં આવ્યા છે.
આ. દેવશ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબ જન આગામેના પ્રખર વિદ્વાન હતા, અને તેથી અનેક સાધુઓને આગમની વાંચના આપતા. તેઓની બહુશ્રુતતા તેમના છપાયેલા અનેક વ્યાખ્યાન ગ્રંથે ઉપરથી સ્પષ્ટ