________________
સ્થાનાંગસૂત્ર
૩૨૧ એક આનીમાં. પરિણતિવાર્થ-જ્ઞાન જેમાં અવિરતિને પશ્ચાત્તાપ હોય તેવું જ્ઞાન તે પંદર આની. તે જ્ઞાન સર્વ આરાધક છે. જે તેમ છે તે અભ્યપત્યનું શું કામ?. જેને પ્રતિજ્ઞા કરવાની મરજી હોય તેનું જ જ્ઞાન; પંદર આનીવાળું જ્ઞાન છે ને તે વિરતિ તરફ ઝુકાવનારું જ્ઞાન છે. અહીં પદાર્થનું જ્ઞાન થવું જોઈએ. “જ્ઞાવા' એટલે જ્ઞાનવાળો થયા છતાં, બષ્ણુપત્ય એટલે સ્વીકારવું અને પછી પ્રતિજ્ઞા કરવી જોઇએ. આદ્રકુમારે પ્રતિજ્ઞા કરી હતી ને ? પાપ જાણુને પાપની પ્રતિજ્ઞા કરીને પાપથી દૂર રહેવું. પાપને જાણવું, માનવું અને પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવી. તેમ કરીને તેનાથી દૂર રહેવું તેનું નામ “વિરમણ.”
દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણ જાણે તે દ્વારાએ કર્મ કેમ બંધાય છે અને રોકાય છે તે જાણો. છ જવનિકાયનું અધ્યયન (૮૦ બ૦ ૪) તે છ જવનિકાયનું સ્વરૂપ જણાવનારું હતું. છતાં કટુક ફળ સુધી કેમ પહોંચ્યા? “વિરમણ શબ્દ તેથી વપરાયે. નુકશાન બંધ થવાથી આત્માની ઉજજવળતાનું સ્વરૂપ વગેરે જણવવું જોઈએ. સર્વ પ્રાણાતિપાત બ્રિચ વિરમગામ. સર્વ પ્રાણે જાણવા, સર્વ પ્રાણોને અતિપાત જાણ, એનાથી કટુક પરિણામ આવે તે જાણવું, તે કર્મ કેમ રોકાય તે સમજવું. પ્રાણાતિપાતને આશ્રીને જ્ઞાન કરવું, એના પચ્ચકખાણ કરવાં. પ્રાણાતિપાતથી દૂર રહેઅહીં સમાસ થઈ શકે નહિ, તેથી પંચમી રાખવી પડી. સર્વ જાતિના પ્રાણતિપાતને આશ્રીને જ્ઞાન, પ્રત્યાખ્યાન-દૂર રહેવું બને તે પહેલું પ્રાણાતિપાત વિરમણ-પહેલું મહાવ્રત.
પ્રથમ ભાગ સમાપ્ત