________________
૨૯૮
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
.
દ્રવ્યત્યાગની ખાસ જરૂર
ભરત મહારાજાની સભામાં દ્રિ મહારાજ આવ્યા. કેવળજ્ઞાન થઈ ગયું તે જાણ્યા છતાં ઈદ્રિ સભામાં બેસતાં વિરતિને નમસ્કાર કરીને બેસે છે. એવે ઈંદ્ર કેવળજ્ઞાન જાણીને આવે છે પણ વંદન બંધ. એ ચકખું કહે છેઃ દીક્ષિત થાઓ. વિચારો, રસેઈ થઈ ગઈ છે, ચૂલે સળગા એના જેવું ઇંદ્રનું કથન છે. જેને આત્મામાં ત્યાગ વસી ગયો છે તેને ઉત્પન્ન થતી વખત બહારની ચીજ અશુદ્ધ રહી પણ ઉત્પન્ન થયા પછી અશુદ્ધ કેમ રહે? જે મનુષ્ય મેહના ઉદયમાં, કષાયના ઉદયમાં હોય તેના મેહ, કષાય શુદ્ધ થઈ ગયાં માનીએ તે બહારની ચીજ રહેવી જોઈએ નહિ, ખસવી જોઈએ. આથી જ કેવળજ્ઞાન થઈ ગયાં છતાં તેને દ્રવ્ય-ત્યાગ કરે જોઈએ. અન્યલિંગ કે ગૃહલિંગે સિદ્ધના દૃષ્ટાંતનો અભાવ
દ્રવ્ય-ત્યાગ જીવને થતું કેમ નથી? પગલાસ્તિકાય એટલે બધી સ્ત્રી, કુટુંબકબીલ વગેરે. પરિણતિ થયા વિના ચોથું ગુણઠાણું નથી. ત્યાગ થતે કેમ નથી. દ્રવ્ય-ત્યાગને રેકનારી ચીજ અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કષાય. કેવળજ્ઞાનને રોકનારા કેવળ જ્ઞાનાવરણીય. દ્રવ્ય-ત્યાગ એ સ્વભાવ થઈ ગયું હોય તે કેવળજ્ઞાન એ આત્માને સ્વભાવ થઈ ગયે તે વખતે જરૂર ત્યાગ થવું જોઈએ. અન્ય લિગે સિદ્ધિ ને ગૃહલિંગે સિદ્ધ તેઓ છે કે જેમને કેવળજ્ઞાન પછી પૂરી બે ઘડીનું આયુષ્ય હેય નડિ. બાકી જેમને બે ઘડી આયુષ્ય હોય તે અન્યલિંગે સિદ્ધ કે ઍડલિંગે સિદ્ધ કહી શકાય નહિ. ભરત મહારાજે કેવળજ્ઞાન પછી દસ હજાર વર્ષ સાધુપણું પા; વલ્કલચીરી વિચર્યા છે.