________________
ઓગણીસમું) સ્થાનાંગસૂત્ર
૨૫૫ મિથ્યાષ્ટિનું જ્ઞાન, એ અજ્ઞાન શાથી?
શંકા–તમે તે જબરા પક્ષપાતી, તમારું ટીલું ધરાવે તે જ્ઞાનવાળો. સમ્યગ્દષ્ટિ જ્ઞાનવાળે, મિથ્યાષ્ટિ અજ્ઞાનવાળે. એ શું દાબડીને દાબડી નથી જાણતે, નથી માનતે ? એ પાનાને પાના તરીકે જાણે છે અને માને છે. જેમ સમ્યગ્દષ્ટિ માને છે તેમ મિથ્યાષ્ટિ પણ પાનાને પાન માને છે. સરખું જ્ઞાન છતાં એકને જ્ઞાન અને બીજાને અજ્ઞાન! સમ્યગ્દષ્ટિને જ્ઞાન તે જ જ્ઞાન. અફીણને કડવું, ગેળને મીઠે તમે કહે, એવું તે પણ કહે. બે સરખા છતાં એકને જ્ઞાની, બીજાને અજ્ઞાની શા મુદાથી કહો છો?
સમાધાન—એકાંતવાદ હોવાને લીધે સત્, અસત્પણને ફરક નથી પડતો. સમ્યગ્દષ્ટિને ચાહે જે ઈષ્ટ વિષય હેય તે પણ એ પુદ્ગલના સ્વભાવ અનિષ્ટને અનિષ્ટ તરીકે જાણે. હેયમાં ઉપદેયની બુદ્ધિ આવે ત્યાં પુદ્ગલની દૃષ્ટિ આવી. સમષ્ટિ થવું દરેકને ગમે છે, પણ મિથ્યાષ્ટિ થવું કોઈને ગમતું નથી. પગ સમ્યગ્દષ્ટિની રિયતિ કેવી મુશ્કેલી ભરેલી છે તે વિચારવું નથી. જિતશત્રુનું ઉદાહરણ
જિતશત્રુ રાજા છે અને સુબુદ્ધિ પ્રધાન છે. (જ્ઞાતાની ૧ ફૂટ ૧૮-૧૧) બને ખેલવા નીકળ્યા. ખાઈ આવી. ખાઈમાં આખા ગામની દુર્ગધી હતી. રાજાએ દુર્ગધનું સ્થાન આવ્યું ત્યારે મોંએ ડૂચ દઈને ઘેડ દોડાવી મૂક. સુબુદ્ધિ સમકિતી છે. તેને વિચાર આવે છે. પુલના પરિણામને આ છે સમજી શકતા નથી. પાડેશીને ત્યાં