________________
૨૬૪
સ્થાનાંગસૂત્ર
પણાનુ' તત્કૃત એ વીજળીના ઝબકારા જેવુ છે.
અપ્રમત્તપણાની આ જીવને મુશ્કેલી કેટલી ? આવી મુશ્કેલી હેાજાથી ” આજે પ્રાણાતિપાતનું કે જીવાતિપાતનું વિરમણુ કરે તેમાં નિર્દોષપણું કેટલુ રહે? ભાડુતી ઘરમાં રહેવા લાગે ત્યાં સાવરણી જોઇએ. મહાવ્રત ઉચ્ચારવાની સાથે પ્રાયશ્ચિત્તની શુદ્ધિ તે જોઈએ.
વ્યાખ્યાન
માણાના હિસાબે શુદ્ધિ ને પ્રાયશ્ચિત્ત
જીત્રાતિપાત નહિ લેતાં પ્રાણાતિપાત લેવું તેમાં ખજ વાત કેમ ? કાંઇ સંબંધ? શુદ્ધિનું પ્રાયશ્ચિત્ત પ્રાણના ડિસામે છે; જીવના હિસાબે નથી. હિંસાનુ પાપ પ્રાણના હિસાબે છે. એક એકેદ્રિયને મારે ને એક મનુષ્યને મારે. જીવ તરીકે બંને સરખા. પ્રાયશ્ચિત્ત સરખુ જોઇએને? શાસ્રકાર કેઈ દિવસ એક માને ખરા? એકદ્રિયને મારે તો એક મર્યાં, મનુષ્યને મારે તા એક મર્યો છે ને ? જીવાતિપાત સરખે રહે. પ્રાણાતિપાતમાં ફરક પડયેા. પ્રાણને હિસાબે પ્રાયશ્ચિત્ત પ્રાણના હિસાબે શુદ્ધિ. પશુ જીવના હિમામે નથી તે પ્રાયશ્ચિત્ત ગણવાનું નથી તે શુદ્ધિ ગણવાની. અધિક પ્રાણના બચાવને માટે અલ્પ પ્રાણની વિરાધના ક્ષતવ્ય ગણાય.
મુનિરાજ રસ્તામાં વિહાર કરી રહ્યા છે. એ જ રસ્તા છે. એક રસ્તા પાણીમાં થઇને જવાના છે અને બીજો લીàતરીમાં થઇને જવાના છે. ઉત્સર્ગને અપવાદ આમાંથી નીકળે. એ ‘પ્રાણાતિપાત’ શબ્દ રાખેા તે નીકળે. ‘જીવાતિપાત શબ્દ રાખો તા ન નીકળે.
પ્રાણાતિપાત-વિરમણુ રાખવાનું કારણ
પ્રાણાતિપાતને હિસાબે પડિલેહણ- પ્રમાન છે. પુદગલા