________________
૧૦૬ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ઉધમ કેણે કર્યો? આત્માએ. એક જ દહેરામાં અસંખ્ય મૂર્તિઓ છે. એક વખત મૂળ નાયકને દેખવાથી ઉલ્લાસ થાય, તે બીજી વખતે ભમતી ફરવામાં નથી થતું. મૂર્તિ સ્વરૂપ જણાવે છે
તીર્થકરની મૂર્તિ એ પિતાનું સ્વરૂપ તમારા હૃદયમાં લાવવાનું કારણ બને છે, તેથી પરસંનિયેગથી સમ્યકત્વ માનીએ છીએ. મૂર્તિ દેખે, દેખ્યા પછી ભગવાનનું સ્મરણ થાય, ઉપદેશનું સ્મરણ થાય તેથી પદાર્થોનું સ્મરણ થાય. આથી જ મૂર્તિ દેખીને ભગવાનનું સ્મરણ. ભેળાભાઈને બાપે એક વાત કહેલી ભૂલી ગયા છે. ફેટો દેખે તેથી પિતાનું સ્મરણ, ઉપદેશનું સ્મરણ, પછી વસ્તુનું સ્મરણ થયું. તેમ તત્ત્વનું સ્મરણ થાય ત્યારે સમ્યકત્વ થાય. પ્રતિમા દેખીને જે પગથી માં આગળ આવવાના છે તે જ આ પગથીઉં છે. ઉપદેશનું સ્મરણ થાય ત્યારે સમ્યકત્વ થશે. આ જ કારણથી અભવ્ય ઉપદેશમાં જે ત કહે છે તે જિનેશ્વરનાં કહેલાં જ કહે છે. અભવ્યના ઉપદેશથી પણ શ્રદ્ધા થાય
ચોથામાં સમકિત-તેરમે કેવળજ્ઞાન. મૂર્તિના ધ્યાને કેવળજ્ઞાન લઈ શકે. અભવ્ય મિથ્યાદષ્ટિ હોય પણ શાસ્ત્રનાં તનું નિરૂપણ કરે તે શ્રોતા સાંભળે, તેને સમ્યકત્વ થાય. કારણ? ઉપદેશ દેનાર છે. આથી અભવ્યને “દીપક નામનું સમ્યકત્વ માનવામાં આવે છે. જે આમ અભવ્યમાં સમ્યત્વ માનવામાં આવે તે પ્રતિમામાં ચોથાથી તેર ગુણઠાણું માનવામાં શી અડચણ? અભવ્ય બીજાને સમ્યત્વનું કારણ બને. દ્રવ્યશ્રુત જે ભાવદ્યુત ઉત્પન્ન કરે તેથી તે શુદ્ધ. તે અપેક્ષાએ દ્રવ્યશ્રત ચાહે જેનું હોય તેને ભાવથુત કહી શકીએ, પછી તે ચાહે