________________
તેરમું] સ્થાનાંગસૂત્ર
૧૭ નાસ્તિકપણાને લીધે હેરાન થયે હવે તે કોઈ સુધર. ભવાંતરની બનેલી હકીક્ત મન:પર્યાવજ્ઞાની, અવધિજ્ઞાની હેવાને લીધે જણાવી.
દરિયે અગાધ, પણ ઘડો આકાશ તરફના મેઢે હોય તે ઘડામાં પાણી ક્યાંથી ભરાય? પાણીને પૂંઠ દઈને રહેવાવાળા ઘડામાં ટીપું યે ન ભરાય. ભલે દરિયે અગાધ હોય. આવા ચાર જ્ઞાનવાળા, તપસ્વી, ગુરૂ મળ્યા. ગુરૂએ પહેલાના ભવ જોઈને કહ્યા. પેલા નાસ્તિકને આઘાત થયે. વિચારમાં પડવાથી જાતિસ્મરણ થયું. જાતિસ્મરણ મિથ્યાષ્ટિને પણ થાય. નાસ્તિકને જાતિસ્મરણ થયુ. નાસ્તિકને આઘાત થયે વિચાર કરવા માંડયો. શું કહે છે? તેથી જાતિસ્મરણ થયું. કેરી પાકે ત્યારે વળી તેમ
નાસ્તિકનું જાતિસ્મરણ કહે ડવે ખરેખર આંબાને માટે ચિત્ર વૈશાખ, કેરીઓ પાકી છે, ઉતારીને ખાવાની છે. માવઠું થઈ જાય તે કેરીઓ બગાડી દે. તેમાં કેરી પાકી, આંબો વેડવાની તૈયારી તે વખતે વળીઓ આવે. ચાર જ્ઞાનીને સંજોગ, પહેલાના ભવ કહ્યા તે વખતમાં જાતિસ્મરણ થઈ ગયું, પણ મેભે ચઢેલે પડે તે માથું ફોડે, પગથીએ ચઢેલે પડે તે પગ મચકાય -લચકાય. અરે, ઇંદ્રજાળી આ છે, અરે મેંએ બોલે તેવું મને દેખાવા લાગ્યું. આ તે આત્માની ઈંદ્રજાળ કરવાવાળા છે. દુનિયામાં ઇંદ્રજાળ બહારના પદાર્થની, પણ આ તે એવી વિચિત્ર ઈંદ્રજાળ દેખે છે, માટે ખસ. જાતિસ્મરણને ઇંદ્રજાળ માનીને (ગુરૂનાં) વચનને દૂર ફેંકી દીધું.
તેમ બાવીસના આચારો, પહેલા ને છેલલા તીર્થકરના આચાર ખ્યાલમાં ન હય, જાતિસ્મરણ પામે તે વખતે કટ્ટાકટી થાય.