________________
૧૯૪ સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન મહાવત મુદ્રાલેખ
હવે મૂળ વાત પર આવે-મહાવ્રતને મુદ્રાલેખ ન હોય તે દાન, શીલ, તપ, ભાવરૂપ ધર્મની-કશાની કિંમત નથી. પૂજાની કિંમત મહાવ્રતના મુદ્રાલેખને અંગે છે. તેથી પાંચ મહાવતે ગણધરે કહ્યાં. પાપની જડ પરિગ્રહ
પ્રશ્ન-પરિગ્રવિરમણ પાંચમે નંબરે કેમ? કંકાસની જડ એ, સંસારની જડ એ, પાપની જડ એ છે. રાજા વા સોળ વા બલવું પડે છે. મૃચ્છભાવ-મમત્વભાવ એ બધાનો બાપ. તેનાથી વિરમવાવાળા મહાવ્રતને તમે પાંચમા નંબરે નાખ્યું? પાંચના પચ્ચખાણથી મહાવ્રતધારી
સમાધાન-મહાવ્રતને સમજે છે? ખાટલે મોટી ખેડ કે ચોથો પાયે નહિ. પરિગ્રહ-વિરમણને પહેલા નંબરે મૂકાવવા માગે છે પણ હજી પરિગ્રહ-વિરમણને સમજે નથી. મૂચ્છભાવને ત્યાગ નથી. વસ્તુ ત્યાગ કરવાની છે. વસ્તુત્યાગ એ અહિંસા, સત્ય, શાહુકારી, બ્રહ્મચર્યની જડ નથી. પરિણતિના અહીં પચ્ચકખાણ નથી. પરિણતિ તો બધાનું કારણ છે. પરિણતિ વિવેકને લાયક છે, પણ પ્રત્યાખ્યાનને લાયક નથી. હિંસા, જૂઠ વગેરે પાંચ પ્રત્યાખ્યાનને લાયક, પચ્ચકખાણ પાંચનાં. પાંચનાં પચ્ચકખાણ કર્યા, એટલે મહાવ્રતધારી કહ્યા. અઢાર ને બદલે પાંચ કેમ?
શંકા–“મહાને અર્થ ‘સર્વથી વિરતિ પાંચ પાપની સર્વથી વિરતિ થઈ પણ અઢારની કરવી જોઈએને? અઢાર છોડવાનાં તેમાં પાંચ છોડ્યા તેથી સર્વવિરતિ ક્યાંથી આવી ગઈ? દશ