________________
ચૌદમું ] સ્થાનાંગસૂત્ર
૧૯૫ જમ્યા, દશ મર્યા એમાં ઓછાવતા કહેતો મૃષાવાદ સુધી પહોંચાડી દે. જગ્યાની સંખ્યામાં ફેરફાર થાય તે મૃષાવાદ. બારની જગ્યા પર દશની વાત કરવામાં આવે તો મૃષાવાદ. તે પછી અઢારની જગ્યા પર પાંચમાં સર્વ થઈ ગયું? અઢારનાં પાંચ કર્યા તેમાં સર્વ કેમ?
સમાધાન-પાદશાહે બીરબલને પૂછ્યું-સત્તાવીશમાંથી નવ ગયાં તે? શૂન્ય. નવ નક્ષત્ર વરસાદનાં સત્તાવીશમાંથી નવ નક્ષત્ર વરસાદનાં કોરાં જાય તે આશા શું રહે? શૂન્ય. અઢાર મરચાં કર્મરાજાએ માંડેલાં છે પણ તે બધાનું મુખ્ય સ્થાન આ પાંચ. અઢારમાંથી પાંચ જાય તો શું રહે? કર્મસ્થાનને અંગે પૂછીએ તે “શૂન્યકહેવાય. વાંઝીઆને વંશ વગર માર્યો મરે, તેમ તેર પાપસ્થાનક
ક્રોધ, અભિમાન, માયા, લેભવાળા આ પાંચમાં ન આવે ને પિતાના ફળ દેખાડે. જુઓ? આ પાંચ દરવાજા હતા. પાપસ્થાનક તે અઢાર પેસવા નીકળવાના રસ્તા પાંચ તે બંધ કર્યા, એટલે ગુમાઈને બેઠા બેઠા બન્યા કરે, નીકળવા ન દઈએ તે શું કરવાના હતા? હિંસા, જૂઠ વગેરેમાં ન આવવા દઈએ તે તેર પાપસ્થાનકે વાંઝીઆ મરી જાય. વાંઝીઆના વંશને મારવા માટે શૂળીએ ગોઠવવી ન પડે. વાંઝીએ મર્યો એટલે ખલાસ. હિંસા વગેરે પાંચ હોય તે એને વંશ; એ નહિ હોય તે વગર માર્યો મર્યા છે.
એક લઈને ત્રણ જમા કરે તે દેવાળું કાઢે. જ્યારે ત્રણ વિભાગ કરે તે રાગ, દ્વેષ ને પરિગ્રડ એ જુદી વસ્તુ. પરિગ્રહ માનીશ તે જ પરિગ્રહવિરમણ પરિગ્રહવિરમણ એટલે ધર્મોપકરણ સિવાયની ચીજ લેવી તે બંધ. ધર્મોપકરણની ચીજ